ક્રાઇમ:કપાયામાંથી સગીરાનું અપહરણ થયું

મુન્દ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના નાના કપાયા મુકામેથી કોઈ અજાણ્યો ઈસમ નાબાલિક કન્યાનું લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયો હોવાની ઘટના પોલીસ દફ્તરે નોંધાઈ હતી. બનાવના પગલે નાનકડા ગામમાં ચકચાર મચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ મથકેથી ભોગગ્રસ્ત બાળકીની માતાની ફરીયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ગત રાત્રિથી સવાર દરમ્યાન કોઈ અજાણ્યો ઈસમ તેમની 14 વર્ષ 7 માસની દીકરીનું લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો .બનાવને પગલે મુન્દ્રા પોલીસે અપહરણનો ગુનો દર્જ કરી બનાવ સંબધિત તપાસ પીએસઆઇ ભાવેશ ભટ્ટને સોંપી છે.

અન્ય સમાચારો પણ છે...