તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માર્કેટમાં તેજી:મુન્દ્રાની બજારોમાં મોડે મોડે રોનક દેખાઈ ખરી : વેપારીઓમાં આનંદો, ફટાકડા બજાર અને મીઠાઈ ફરસાણની દુકાનો ગ્રાહકોથી ધમધમી ઉઠી

મુન્દ્રા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરાનાને અનુલક્ષીને વ્યાપેલા મંદીના વાતાવરણ વચ્ચે મુન્દ્રાની બજારોમાં મોડે મોડે રોનક દેખાતા વેપારીઓના મુખ મલકાઈ ઉઠ્યા હતા.હિન્દૂ ધર્મના સપરમા તહેવારો અગાઉ તદ્દન સુસ્ત દેખાતી બજારોમાં દિવાળીની વહેલી સવારથી માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો.આસપાસના ઉદ્યોગોએ તહેવારો અને શનિ રવિવારની રજાઓ નિમીતે પરપ્રાંતીય કર્મચારીઓ અને શ્રમિકોને છૂટો દોર આપતા તેમની ઘરાકી ચોમેર ઉડીને આંખે વળગી હતી.જયારે તાલુકા મથકને લાગતા 64 ગામડાઓના લોકો બજારમાં ઉતરી આવતા ગામમાં વાહનોની કતાર લાગી હતી.

ધનતેરસના દિને સોની બજારમાં ગ્રાહકોએ કરકસર પૂર્વક સોના ચાંદીનું સકન કર્યું હતું .પરંતુ રેડીમેડ ગારમેન્ટ ઇલેક્ટ્રોનીક્સ આઇટમો અને ઘરવખરી ખરીદનાર ગ્રાહકોનો મોટો પ્રવાહ મોલ ક્લચરથી પ્રેરાઈને ભુજ ગાંધીધામ તરફ વળતા સૂચિત તમામ વેપારીઓને ખાસ્સો ફટકો પડ્યો હતો.અને તેઓ અપેક્ષા મુજબનો વેપાર કરી શક્યા ન હતા.વિશેષમાં સર્વે લોકોની જરૂરીયાત સમાન મીઠાઈ ફરસાણની દુકાનો ગ્રાહકોથી ઉભરાતાં કંદોઈ બજારમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું .નગરના વિકસિત વિસ્તાર બારોઇ રોડ પર લાગેલા વિવિધ વેરાયટીઓના સેલમાં સાંજ પડતાજ મહિલાઓના ઝૂંડ ખરીદી માટે નીકળી પડ્યા હતા.

ખાસ કરીને કોવીડ 19 ને કારણે અસમંજસમાં રહેલા નગરના શાસ્ત્રી મેદાનમાં ફટાકડાનો સ્ટોલ લગાવનાર વેપારીઓ ગત સાંજેથી ગ્રાહકોની અનઅપેક્ષિત ભીડ જોઈ ગેલમાં આવી ગયા હતા.અને તેમણે ફટાકડાની ચાલીસ ટકા જેટલી કરેલી ખરીદી સંપૂર્ણ ચોપટ થઇ જવાનો વર્તારો સર્જાયો હતો.આમ એકંદરે તહેવારો પહેલા સુસ્ત રહેલી બજાર તહેવારોના છેલ્લા બે દિવસ નિમિતે છલકાઈ ઉઠતા ધંધાર્થીઓની દિવાળી સરેરાશ સુધરી હોવાનો મત વેપારી આલમમાં જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો