તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઈમ:ઝરપરામાં યુવાનને છરી બતાવીને 7,200ની લૂંટ

મુન્દ્રા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અજાણ્યા 3 શખ્સો રૂપિયા 5,600 અને 1,600નું વાઇફાઇ રાઉટર ઉઠાવી થયા પલાયન

ઔદ્યોગિક નગરીના વિકાસ બાદ તેના ક્રાઈમરેટમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે જેમાં ગત મોડી રાત્રે ઝરપરા ખાતે બનેલા લૂંટના એક બનાવમાં અજાણ્યા શખ્સો છરીની અણીએ રૂપિયા 7,200ના માલમતાની લૂંટ કરી ગયા હોવાનો બનાવ સ્થાનિક પોલીસ દફ્તરે નોંધાયો હતો.

મુન્દ્રા પોલીસ મથકેથી ભોગગ્રસ્ત પ્રકાશચંદ્ર યુધિષ્ઠિર રાણાસી (ઉ.વ.31 રહે સુરજ નગર,બારોઇરોડ-મુન્દ્રા મૂળ ઓરીસ્સા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગત બુધવારના રાત્રે બાર વાગ્યે મુન્દ્રા તાલુકાના ઝરપરા મુકામે જે એમ જે કન્ટેનર સોલ્યુશન કંપનીના એમ્પ્ટી યાર્ડમાં બન્યો હતો. જેમાં પ્રકાશચંદ્ર કંપનીની ઓફિસમાં ફરજ બજાવી રહ્યો હતો. ત્યારે અચાનક ત્રણ અજાણ્યા શખ્સો ઓફિસમાં ઘુસી આવ્યા હતા. અને પ્રકાશચંદ્રને છરીથી મારી નાખવાની ધમકી આપી ડ્રોવર તથા થેલામાં પડેલી રોકડ 1,600 અને 4 હજાર ઉપરાંત રૂપિયા 1,600ની કિમતના વાઇફાઇ રાઉટર મળી કુલ્લ રૂપિયા 7,200નો મુદામાલ ઉઠાવી પલાયન થઇ ગયા હતા.

બનાવને પગલે મુન્દ્રા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દર્જ કરી પીએસઆઇ ટી એચ પટેલે ઘટના સંબધિત તપાસ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે બપોરે ભુજમાં યુવાનને છરી ઝીંકીને 5.70 લાખની લૂંટ ચલાવાયાની ઘટના બની હતી ત્યાં મુન્દ્રામાં બનેલા લૂંટના બનાવ પરથી ગુનેગારો બેખોફ બન્યા હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...