તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ટૂંડા સ્થિત સીજીપીએલ દ્વારા ઉદ્યોગીક હેતુસર મેળવાયેલી જમીન પર રહેણાંક આવાસો બની ગયા

મુન્દ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાગૃત નાગરિકે જિલ્લા સમાહર્તા સમક્ષ લેખિત અરજીરૂપે શરતભંગનું શસ્ત્ર ઉગામવાની માંગ કરી

મુન્દ્રા તાલુકાના ટૂંડા સ્થિત સીજીપીએલ કંપની દ્વારા જિલ્લા મહેસુલ શાખામાંથી ઔદ્યોગિક હેતુ માટે સંપાદિત કરાયેલ જમીન પર હાલ આવાસો ધમધમી રહ્યા હોવાની રજૂઆત સાથે કંપની સામે શરતભંગનું શસ્ત્ર ઉગામવાની માંગ કરાઈ છે.ટૂંડા સ્થિત જાગૃત નાગરીક નીતિન કેશવાણીએ ગત 20/5/19ના રોજ જીલ્લા સમાહર્તાને કરેલ લેખિત રજુઆતમાં ટાટા પાવર લીને ટૂંડા મધ્યે ઉદ્યોગીક હેતુ અર્થે સંપાદિત કરાયેલ સર્વે ન 127 વાળી જમીન પર હાલની તારીખમાં પાકા મકાનો ઉભા હોવા બાબત પર પ્રકાશ પાડ્યો છે.ઉપરાંત સરકારશ્રી દ્વારા જમીન ફાળવવામાં આવી ત્યારે તેના ઉપર જે બાંધકામ કરવામાં આવે તે રેખા નિયંત્રણની જોગવાઈને સુસંગત કરવાનો સ્પષ્ટ નિર્દેશ હોવા છતાં કંપની દ્વારા તેનું ધરાર ઉલ્લઘન કરાયું હોવાનો આક્ષેપ કર્યો છે.

અને તમામ ગતિવીધીઓને અનુલક્ષીને કંપની સામે શરતભંગ હેઠળ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે.વિશેષમાં મે 2020માં ઉપરોક્ત સંદર્ભે પીજીવીસીએલ કચેરીનું પણ ધ્યાન દોરી સૂચિત જમીન પર ડીપી નાખી ગેરકાયદેસર વીજ કનેક્શનો આપવામાં આવ્યા છે.જે હટાવવામાં ન આવે તો કાયદાકીય પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે .ત્યારે પંચાયતી ક્ષેત્રે ચર્ચાસ્પદ બનેલા કિસ્સામાં જીલ્લા સ્તરેથી શું પગલાં લેવાય છે તેની તરફ ટુંડાના ગ્રામજનોની મીટ મંડાયેલી છે.આ અનુસંધાને કંપનીના ડે .મેનેજર ભગીરથસિંહ ઝાલાનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે પ્રથમ ચેક કરાવી ને માહિતી આપવાનો પ્રત્યુત્તર આપ્યા બાદ તેમનો ફોન સતત રણકતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...