રાવ:મુન્દ્રાની સિટી સરવે કચેરીમાં અરજદારોને ધક્કા

મુન્દ્રા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
કચેરીમાં અધિકારીની ગેરહાજરી - Divya Bhaskar
કચેરીમાં અધિકારીની ગેરહાજરી
  • સ્ટાફ ઘટની છેલ્લા કેટલાય સમયની રજૂઆતો બાદ પણ ઓફિસ ઇન્ચાર્જ અધિકારીના ભરોસે

ઔદ્યોગિકરણ ના પગલે મુન્દ્રા ની જમીન અને મિલકતોમાં અકલ્પનિય તેજી વર્તાઈ રહી છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી અસંખ્ય રજૂઆતો બાદ પણ ઇન્ચાર્જ અધિકારી ના ભરોસે રહેલી સ્થાનિકે ની સીટી સર્વે કચેરીમાં સ્ટાફ ના અભાવે અરજદારો ને ધરમ ધક્કા ખાવા પડતા હોવાની અસંખ્ય રાવ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા બારોઇ ને સંયુક્તપણે સુધરાઈ નો દરજ્જો મળ્યા બાદ લોકો ને વિવિધ તબક્કે લેન્ડ અને મિલકત સંલગ્ન દસ્તાવેજો ની જરૂરિયાત ઉભી થતી હોય છે,વળી જમીનો માં આવેલી આસમાની તેજી ના પગલે મિલકત ખરીદનાર ગ્રાહક ને પણ ટાઇટલ ની ચકાસણી માટે રેકર્ડ કઢાવવો જરૂરી બને છે.આવા સંજોગો માં વહેલી સવારથીજ મામલતદાર કચેરી મધ્યે આવેલ સીટી સર્વે કચેરી માં બહોળા પ્રમાણ માં લોકો ની આવ-જા શરૂ થાય છે.

ત્યારે મોટા ભાગે ઉપરોક્ત કચેરી માં કર્મચારીઓ ની ગેરહાજરી જોવા મળે છે અથવા તો હાજર પટ્ટાવાળા થકી જોઈતા દસ્તાવેજો નું પૂર્તિ ન થતાં અરજદારો ને અવિરતપણે ધરમધક્કા ખાવા પડતા હોવાની રાવ ઉઠી છે.ત્યારે કાયમી ધોરણે સીટી સર્વે સુપ્રિડેંન્ટન્ટ ની ભરતી સાથે જરૂરી સ્ટાફ ગોઠવાય તેવી લોકમાંગ ઉભી થઇ છે.

ઇન્ચાર્જ અધિકારી મહિનામાં માત્ર એક વાર હાજરી પુરાવતા હોવાનો આક્ષેપ
સમસ્યા અંગે આક્રોશપૂર્વક રજૂઆત કરતાં મુન્દ્રા બાર એસો ના પ્રમુખ રવિલાલ મહેશ્વરી અને ધારાશાસ્ત્રી શ્યામ સોધમે ઇન્ચાર્જ સુપ્રિડેંન્ટેન્ટ મંગળવાર અને ગુરૂવાર દરમ્યાન હાજર રહે તેવું નક્કી કરાયા છતાં તેઓ માસમાં માત્ર એક વાર આવતા હોવાથી લોકોને રેકર્ડની ખરી નકલો વેળાસર મળતી ન હોવા ઉપરાંત વિવિધ એન્ટ્રીઓ પણ વિલંબિત થતી હોવાનો આક્ષેપ કર્યો હતો.વિશેષમાં આ અંગે સંબધિત ખાતાઓ માં અનેક રજૂઆતો કરાઈ હોવા છતાં પરિણામ શૂન્ય હોવાની લાગણી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...