તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવાનું પ્રદૂષણ:મુન્દ્રાના મોખા સીમમાં પ્રદુષણ ઓકતી કંપનીની ચીમનીઓ છેક વડાલા સુધી પાથરે છે આરોગ્ય માટે જોખમી કાળી રજકણો

મુન્દ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
બાળકોના પગમાં કાળી રજકણ. - Divya Bhaskar
બાળકોના પગમાં કાળી રજકણ.
  • ગામના રહેણાંક સ્થળો, શાળા, સેનેટરી પ્રભાવિત થયા: શ્વાસ અને ચામડીના રોગોમાં ઉછાળો આવ્યાની વ્યાપક ફરિયાદ : જીપીસીબી નિંદ્રાધીન

મુન્દ્રા તાલુકાના મોખા સ્થિત કાર્બનનું ઉત્પાદન કરતા ઉદ્યોગની ચીમનીઓમાંથી નીકળતો કાળો મેશ આસપાસ ગામો મોખા, ભદ્રેશ્વર,છસરાને તો પ્રભાવિત કરે છે.પણ કંપની પરિસરથી ત્રણ કિમીના અંતરે આવેલા વડાલાને સૌથી વધુ નુકસાન પહોંચાડતો હોવાનો આંતર્નાદ ગ્રામજનો વ્યક્ત કર્યો છે.

લોકોની ફરિયાદના પગલે દિવ્ય ભાસ્કરે વડાલાના ગ્રામજનોના કહેણાને પગલે ગામની રૂબરૂ મુલાકાત લેતાં પ્રવેશની સાથે જુની સેનેટરી થી પ્રાથમિક શાળા સુધી 600 મીટર ત્રિજીયામાં આવતા તમામ આવાસો અને તેની આગાસીઓ પર નરી આંખે જોઈ શકાય તેમ કાળો મેશ પથરાયેલો નજર ચડ્યો હતો.રહેણાંકો ઉપરાંત પ્રાથમિક શાળા સુધી પહોંચતા આસપાસના રહીશોનું ટોળું ઉમટી પડ્યું હતું અને તેમની તકલીફો અંગે ફરિયાદો કરી હતી.

પાણી પણ પ્રદુષિત અને કાળી થાય છે હથેળી.
પાણી પણ પ્રદુષિત અને કાળી થાય છે હથેળી.

પ્રથમ તો શાળામાં અભ્યાસ કરતા બાળકો જ્યાં પગ મૂકે ત્યાં કાળી રાજકણોના નિશાન થઇ જવા બાબતે આક્રોશ દર્શાવી જૂની જૈન સેનેટરીના ટ્રસ્ટી દિપકભાઈ ભેદાએ ફિલીપ્સ કાર્બન બ્લેક કંપની દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ અંગે અનેક વખત ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં રજુઆત કરાઈ હોવા બાબત પર પ્રકાશ પાડ્યા હતા. જોકે જીપીસીબી તરફથી કાયમ કંપની સરકારી માર્ગદર્શિકા મુજબ કામ કરતી હોવાનો પ્રત્યુત્તર સાંપડતો હોવાનું જણાવ્યું હતું.જયારે મુળજીભાઈ ગઢવીએ રાત્રીના ભાગે 11 વાગ્યા બાદ સુનકાર થતાંજ પીબીસીએલ કંપનીની ત્રણ ચીમનીઓ કાળો મેષ ધુમાડો ઓકવાનું શરૂ કરતી હોવાની રજૂઆત આક્રોશભેર કરતાં લોકોનું શ્વાસ લેવું દુષ્કર બન્યું હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.

વાહનો પર પથરાય છે રજકણો.
વાહનો પર પથરાય છે રજકણો.

ગોવિંદ આમના એ રજોટી થકી આસપાસના ગામો મોખા,પાવડીયારા,વવાર,છસરા સુધીના ગામોની ખેતીને જફા પહોંચી હોવાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ગૃહિણી વંદના ગઢવીએ ઘરના આંગણામાં આવેલા સંગ્રહિત કાળા પાણી તરફ આંગળી ચીંધી વીજકાપ વખતે આગાશીમાં નીંદર માણવી પણ નસીબ ન રહી હોવાનું જણાવ્યું હતું. અંકિતા ભેદા તથા સવિતાબેન છેડાએ પણ મુખ્ય મુદ્દા તરીકે ગામમાં ફેલાતી રજકણોને કારણે શ્વાસ સંબધિત અને ચામડીના દર્દોએ માઝા મૂકી હોવાનું જણાવી ગ્રામજનો સાથે એકીસૂરે ધુમાડો ઓકતી ચીમનીઓ પર રોક લગાવવાની માંગ કરી હતી.

તમામ લોકો પ્રદુષણથી અસરગ્રસ્ત.
તમામ લોકો પ્રદુષણથી અસરગ્રસ્ત.

GPCB શરતોનું ઉલ્લંઘન ન થતું હોવાનો આશ્ચર્યજનક પ્રત્યુત્તર આપ્યો !
હાલ પરિસ્થિતીથી દરેક ગ્રામજન વાકેફ છે ત્યારે વડાલાના વિરલ ભેદા દ્વારા 22/4/21ના રોજ રાજ્યસભાના સદસ્ય શક્તિસિંહ ગોહિલને લેખિત રજૂઆત કરાઈ હતી.જેને અનુલક્ષીને આશ્ચર્યજનક રીતે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે 27/8/21ના રોજ આપેલા લેખિત પ્રત્યુત્તરમાં સ્થળની ચકાસણી કરતાં સૂચિત કંપનીમાં ક્યાંય સરકારી નિયમોનું ઉલ્લંઘન નજર આવ્યું ન હોવાથી કોઈ પગલાં લઇ શકાય નહીં તેવો જવાબ આપી જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લેતા ગ્રામજનો પર્યાવરણ ખાતાની ભૂમિકા સામે સવાલ ઉઠાવી રહ્યા છે.

વિરોધ થતાં જૂજ સમય કંપની ચીમની બંધ કરે પછી જૈસે થે
જૈન સમાજના અગ્રણી દિપકભાઈ ભેદાએ માહિતગાર કરતા જણાવ્યું હતું કે અગાઉ આ મુદ્દે તત્કાલિન ધારાસભ્ય તારાચંદભાઇ છેડા અને વિપક્ષી નેતા શક્તિસિંહ જાડેજાને અવગત કરાયા હતા, પરંતુ તેમની દરમ્યાનગીરી થતાં કંપનીએ જૂજ સમય ધુમાડો ઓકવા પર બ્રેક લગાવ્યો અને ફરી પાછી સ્થિતી જૈસે થે થવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...