તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:શેખડીયામાં ભેંસના વાડામાંથી પોલીસે 57 હજારની 144 બોટલો સાથે બુટલેગરને દબોચ્યો

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લુંણી પાસેથી એક બોટલ સાથે પકડાયેલા પીધેલાએ કેફિયત આપતાં

મુન્દ્રા મરિન પોલીસે રાત્રે લુંણી ફાટક પાસેથી એક પીધેલાને બોટલ સાથે પકડ્યા બાદ આરોપીની પુછપરછમાં શેખડીયાની વાડીમાંથી માલ લીધો હોવાની કબુલાત આપતાં પોલીસે છાપો મારીને શેખડીયાની વાડીમાં ભેંસના વાડામાંથી રૂપિયા 57 હજારની 144 શરાબની બોટલો સાથે બુટલેગરને ઝડપી લીધો હતો. જ્યારે દારૂનો જથ્થો આપી જનારાનું નામ ખુલ્યું હતું. પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ ગુરૂવારે રાત્રે મુંદ્રા મરીન પોલીસે લૂણી રેલવે ફાટક નજીકથી મોટર સાયકલ પર સવાર રાધા ડોસા પારાધી (ઉ.વ.40) રહે હમીરામોરા તાલુકો મુન્દ્રા)ને પીધેલી હાલતમાં 400 રૂપિયાની કિંમતની શરાબની બોટલ સાથે પકડી લીધો હતો. આરોપીની પુછપરછ કરતાં તેણે બોટલ શેખડીયા સીમમાં ભેંસનો વાડો ચલાવતા ગોકુલ પબુભાઈ ગઢવી પાસેથી ખરીદી હોવાની કેફિયત આપતા મરીન પોલીસ વાડા પર ત્રાટકી હતી.

ભેંસના વાડાની ઓરડીમાં છુપાવી રાખેલી રૂપિયા 57,600ની કિંમતની દેશી બનાવટની વિદેશી શરાબની 144 બોટલ સાથે ગોકુલ (ઉ.વ.28), રહે શેખડીયા તાલુકો મુન્દ્રા)ને દબોચી લીધો હતો. આરોપીએ આ દારૂનો જથ્થો શેખડીયાના મંગા કાના ગઢવીનો હોવાનું જણાવતા પોલીસે 5000ની મોટરસાયકલ 5100ના બે નંગ મોબાઈલ સમેત કુલ્લ 68,100નો મુદામાલ જપ્ત કરીને આરોપી રાધા ડોસા પારાધી અને ગોકુલ ગઢવી વિરુદ્ધ પ્રોહિબિશન ધારા તળે ગુનો દર્જ કર્યો હતો, માલ આપનારા મંગા ગઢવીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉપરોક્ત કામગીરી દરમ્યાન પીએસઆઇ ગિરીશ વાણીયા એએસઆઇ સુરેશ યાદવ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ ઝાલા મુકેશ ચૌધરી રવજી રબારી સમેટનો સ્ટાફ જોડાયો હતો.

સમાઘોઘામાંથી 16,450ની 47 બોટલો સાથે એક શખ્સ ઝડપાયો બીજો ફરાર
મુન્દ્રા તાલુકાના સમાઘોઘા ખાતે ઝિન્દાલ કંપનીના ગેટ નજીક પોલીસે છાપો મારીને રૂપિયા 16,450ની કિંમતની 47 નંગ શરાબની બોટલો સાથે ભરત ભીમા સોઢા (ઉ.વ.32 રહે મૂળ ભીમાસર હાલે સાવિત્રી હોટલ પાછળ-સમાઘોઘા) નામના બુટલેગરને દબોચી લીધો હતો. આરોપીના કબજામાંથી બે લાખની કાર સહિત 2,16,450નો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે ભોરારા ગામનો શૈલેન્દ્રસિંહ રાણુભા જાડેજા હાજર મળી આવ્યો ન હતો. મુન્દ્રા પોલીસે બન્ને વિરૂધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...