તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:મુન્દ્રા તાલુકામાં દેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસની તવાઈ

મુન્દ્રા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો મધ્યે વકરેલી દેશી દારૂની બદી પર તવાઈ બોલાવતા સ્થાનિક પોલીસે જુદા જુદા દરોડાઓમાં ત્રણ આરોપીઓને દબોચી તેમની પાસેથી કુલ્લ 22 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. ઉચ્ચ અધિકારીઓના આદેશથી દિવસ દરમ્યાન ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીગ કરતી પોલીસ ટુકડીએ તાલુકાના મોટા કાંડાગરા બસ સ્ટેન્ડ નજીકથી સલીમ આરબ લંઘાને 300રૂ કિંમતના 15 લી દેશી દારૂ સાથે દબોચી લઇ વેચાણમાં વપરાતી 10000રૂની જીજે-12સીએલ 6009 જ્યુપીટર સ્કૂટી સમેત કુલ્લ 10300નો મુદામાલ જપ્ત કર્યો હતો.

જયારે અન્ય બે કિસ્સાઓમાં મોટા કપાયા મધ્યેથી અનીલ સતુભા પઢીયારને 100રૂના 5 લીટર અને ફાચરીયા સીમમાંથી નાનજી ખમું કોલીને બે લીટરની 200 કિંમતની 20કોથળીઓ સાથે ઝડપી લઇ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...