લોકોનું નિરુત્સાહી વલણ:મુન્દ્રામાં કોવેક્સિન ગ્રહણ કરવા હજી લોકોનું નિરુત્સાહી વલણ !

મુન્દ્રા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે બુકીંગ કરાવનાર અડધા લોકો જ રસ્સી લેવા આવ્યા

રાજ્યસરકારે કોવેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂકેલા અઢાર વર્ષથી 45 વર્ષ વચ્ચેની વયમર્યાદા ધરાવતા વેક્સિનવાંછુઓ માટે શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ બીજા ડોઝનું બુકીંગ ઓપન કરતાં મુન્દ્રાના યુવાનિયાઓએ પ્રથમ દિને રસ્સીકરણ માટે અતિઉત્સાહ દાખવ્યો હતો.પરંતુ પહેલા દિવસના પ્રમાણમાં બીજા દિવસે બુકીંગ કરવનારાઓ માંથી નિરાશાજનક રીતે અડધા લોકોજ રસ્સી લેવા આવતા હજી લોકોમાં વેક્સિનેશન મુદ્દે પૂરતી જાગૃતતા આવી ન હોવાનું પ્રતિત થયું હતું.

સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લામાંથી શુક્રવારના રોજ કોવેક્સિનના 300 ડોઝ ફાળવવામાં આવ્યા હતા.અને પ્રથમ દિવસે યુવાનિયાઓએ બીજા ડોઝ માટે વહેલી સવારથીજ સીએચસી પર કતાર લગાવતા સાંજ સુધીમાં તમામ ક્વોટા પૂર્ણ થઇ ગયો હતો.પરંતુ બીજા દિવસે રસ્સીકરણનું પ્રમાણ નિરાશાજનક રહ્યું હતું.જેમાં શનિવારે સીએચસીને જિલ્લામાંથી 200 ડોઝ ફાળવાયા હતા.પરંતુ બુકીંગ કરાવનારાઓ માંથી ફક્ત 100 વ્યક્તિઓ રસ્સી લેવા આવતા અડધો અડધ ડોઝ વધી પડ્યા હતા.જેનો ઉપયોગ હવે જિલ્લામાંથી મળેલી સૂચના મુજબ થશે .

અત્રે ઉલ્લેખનીય છે કે રસ્સીકરણ ને વેગ આપવા પ્રથમ કોરોના વોરિયર્સ બાદ 45 વર્ષથી ઉપરની વયના લોકોને કોવીશીલ્ડના ડોઝ આપવામાં આવ્યા હતા.બાદમાં વેક્સિનની અછત સર્જાતા 18 વર્ષથી ઉપરની વયના લોકોને કોવેક્સિન આપવામાં આવી હતી.જેનો સ્ટોક પણ માર્યાદિત હોઈ બીજા ડોઝ માટે એક માસનો ગેપ રાખવામાં આવ્યો હતો.પરંતુ કોવેક્સિન ઉપલબ્ધ થતાં ફરી શનિ રવિ એમ બે દિવસ બીજા દિવસ માટે કોવેક્સિનની બુકીંગ ખુલ્લી મુકાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...