તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTI તળે માહિતી ન આપી:મુન્દ્રાના કરોડોના જમીન કૌભાંડ મુદ્દે માહિતી આપવામાં પાલિકા ઉદાસીન

મુન્દ્રા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માહિતી અધિકારીને પ્રાદેશિક કમિશનર કચેરી-રાજકોટનું તેડું

મુન્દ્રાના બહુચર્ચિત જમીન કૌભાંડ સંદર્ભે સુધરાઈના માહિતી અધિકારીએ ખુદ પાલિકાના નગરસેવકને આરટીઆઈ એક્ટ તળે માહિતી આપવા સંદર્ભે ઉદાસીનતા દાખવતા તેને પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટનું તેડું આવ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રા બારોઇ નગરપાલિકાના વિપક્ષી નગરસેવક જાવેદ પઠાણે આરટીઆઈ હેઠળ સુધરાઈનું જાહેરનામું બહાર પડ્યેથી 9/3 સુધી પ્રોપર્ટી આકારણી પત્રકમાં કેટલી એન્ટ્રી રજીસ્ટર થઇ હોવા બાબતેની માહિતી માંગી હતી.જેના પ્રત્યુત્તરમાં માહિતી અધિકારી અને ચીફ ઓફિસરે માંગેલ માહિતી ત્રાહિત પક્ષની હોવાનું જણાવી જાણકારી આપવાનું ટાળતાં જાવેદ પઠાણ અપીલમાં ગયા હતા.જેની ફળશ્રુતિ રૂપે પ્રાદેશિક કમિશ્નર કચેરી-રાજકોટે અરજદાર જાવેદને 15/6ના બપોરે બાર વાગ્યાનો સમય આપી જાહેર માહિતી અધિકારી અને ચીફ ઓફિસરને હાજર રહેવાનું અલ્ટીમેટમ આપી જો આધાર પુરાવા સાથે હાજર ન રહ્યા તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારતાં પાલિકા ભવનમાં સોપો પડી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...