તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિપક્ષમાં રોષ:મુન્દ્રામાં 80 કરોડના જમીન કૌભાંડ મુદ્દે તંત્રના મૌન થકી વિપક્ષમાં રોષ

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ પણ ગેરકાયદેસરની જમીનો પર તોતિંગ બાંધકામો ખડકાઈ રહ્યા છે

મુન્દ્રા બારોઇ ને સંયુક્ત પણે સુધરાઈનો દરજ્જો મળ્યા અગાઉ ચીફ ઓફિસરના ચાર માસના શાસનકાળ દરમ્યાન 37 મિલ્કતો ખોટા સોંગદનામાના આધાર પર જમીન માફિયાઓને ધરી દઈ 80 કરોડનું કૌભાંડ કરાયું હોવાની બાબત સર્વવિદિત બની હતી.પરંતુ આજ પર્યંત તેને એક વર્ષનો સમયગાળો થયા છતાં સ્થાનિક પ્રશાસન આંખે પાટા બાંધી બેસી રહ્યું હોવા અંગે વિપક્ષમાં રોષની લાગણી ફેલાઈ છે.

જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી સદસ્ય હાજી સલીમ જતે પાઠવેલી અખબારી યાદીમાં પ્રશાસન સમક્ષ જમીન કૌભાંડ અંગે તમામ આધાર પુરાવાઓ રજૂ કર્યા છતાં કોઈ સનિષ્ઠ કાર્યવાહી કરવામાં આવી ન હોવા અંગે અસંતોષ વ્યક્ત કરતાં હાલ સૂચિત જમીનો પર ધોળા દિવસે બાંધકામો ખડકાઈ રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.જયારે સુધરાઈ ના વિપક્ષી સદસ્ય જાવેદ પઠાણે પ્રશાસન સાથે સત્તાધીશો પણ કૌભાંડીઓને છાવરતા હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો ઉપરાંત સુધરાઈ તથા તાલુકાના વિપક્ષી આગેવાનોએ પ્રાંત અધિકારી સમક્ષ ફરી લેખિત રજૂઆત કરી જવાબદારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટનું હથિયાર ઉગામવાની માંગ કરી હતી.

નગરપાલિકાએ ઓનરેકર્ડ જમીનોના ઠરાવ રદ કરી માત્ર ઔપચારિકતા નિભાવી
સુધરાઈની બોડી નું ગઠન થયા બાદ બીજી સામાન્ય સભામાં વિપક્ષી સદસ્યોએ જમીન કૌભાંડનો મુદ્દો ઉઠાવતા સુધરાઈના સત્તાધીશોએ તે સમયે સ્થિતિને આધીન જમીનોના ઠરાવ રદ કરી માત્ર ઔપચારિકતા નિભાવી હતી.સાથે સાથે સૂચિત જમીનો પર લાઈટ પાણીના કનેક્શન ન આપવાના દાવા કર્યા હતા.પરંતુ હાલની પરિસ્થિતીમાં દબાણવાળી જમીનો પર જોરશોરથી બાંધકામ ચાલુ હોવા બાબત પર ભાર મૂકી વિપક્ષ તેમની ભૂમિકા તરફે આંગળી ચીંધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...