સારવાર:મુન્દ્રામાં વાયરલ તાવ વકર્યો બે દિવસમાં દર્દી 100ને પાર

મુન્દ્રા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રોડ સાથે શરીર જકડાઈ જતું હોવાની રાવ ઉઠી

મુન્દ્રા મધ્યે વિશ્વ વ્યાપી કોરોનાકાળ વિતી ગયા બાદ ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગે કેહર મચાવ્યો હતો.જે હળવો થતાં હવે વાઇરલ તાવે હાહાકાર મચાવતાં ગલી મહોલ્લે મળતા દર્દીઓનો આંક છેલ્લા બે દિવસમાં સો ને પાર કરી ગયો હોવાના અહેવાલ સાંપડ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ સૂચિત તાવ દરમ્યાન વ્યક્તિનું શરીર અત્યંત જકડાઈ જવા સાથે ભયકંર ત્રોટ થતી હોવાની રાવ ઉઠી છે. નગરમાં કાર્યરત વિવિધ લેબોરેટરી માંથી પ્રાપ્ત માહિતી મુજબ અઠવાડિયા અગાઉ લોકોમાં ચિકનગુનિયા ના લક્ષણ દેખાતા હતા.

પરંતુ પછી તેમાં રાહત થઇ ગઈ હતી પણ છેલ્લા બે દિવસથી સો થી વધુ દર્દીઓના શરીર જકડાઈ જવાની રાવ ઉઠ્યા બાદ રક્ત પરીક્ષણમાં મોટા ભાગે વાઇરલ તાવ હોવાનું ચિત્ર ઉપસ્યું હતું.ઉપરોક્ત મુદ્દે આરોગ્ય ખાતાના સુપરવાઈઝર હરિભાઈ જાટિયા એ વધારે કિસ્સા વાઇરલ તાવના હોવા બાબતથી માહિતગાર કરી તેના માટે છેલ્લા ત્રણ દિવસથી નગરમાં રહેલું ધાબડીયું વાતાવરણ કારણભૂત હોવા પર ભાર મૂકી ઉપરોક્ત લક્ષણો જણાતાં દર્દીઓને વધારે પ્રમાણમાં પાણી સાથે પ્રવાહીયુક્ત ખોરાક લેવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...