તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:મુન્દ્રાના 80 કરોડના જમીન કૌભાંડ મુદ્દે વિપક્ષ કોર્ટમાં જશે

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઈના સત્તાધીશોએ ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ

મુન્દ્રા બારોઇના બહુ ગાજેલા 80 કરોડના જમીન કૌભાંડ મુદ્દે વિપક્ષના વિરોધ બાદ સત્તાપક્ષે ગત 1/6ની સામાન્ય સભામાં કુલ્લ 37 મિલકતોની આકારણી રદ કરતો ઠરાવ પસાર કર્યો હતો.પરંતુ તે અંગે કોઈ નક્કર પગલાં લેવાને બદલે કૌભાંડકારીઓને છાવરવાનો પ્રયાસ કરતા વિફરેલા વિપક્ષે સમગ્ર પ્રકરણને ન્યાયાલય સુધી લઇ જવાની ગતિવિધીઓ આરંભી છે.

જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી સદસ્ય હાજી સલીમ જતે પાઠવેલી અખબારી યાદીમાં મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળતાં ચૂંટાયેલી બોડી સતા ગ્રહણ કરે તે પહેલા સોગંદનામાના આધારે નગરની હદમાં આવતી સોનાની લગડી જેવી 87 મિલકતો જમીન માફિયાઓને ધરી દઈ 80 કરોડથી વધારેનું કૌભાંડ કરવામાં આવ્યું હોવા બાબત પર પ્રકાશ પાડી ચૂંટાયેલી સત્તાપક્ષની બોડી સરકાશ્રીની જમીનો બચાવવાને બદલે ઉલટું કૌભાંડકારીઓને છાવરતી હોવાનો આક્ષેપ કર્યો છે.

કારણકે સુધરાઇએ ઠરાવ કર્યાને એક માસથી વધારેનો સમયગાળો વીત્યા છતાં હજી સુધી કૌભાંડી મિલકતો પરથી વીજળી અને પાણીના કનેક્શનો કાપવામાં આવ્યા નથી ઉલટું તેના ઉપર પુરજોશમાં બાંધકામ ચાલુ હોવાનો આક્ષેપ કરતાં જો આગામી સમયમાં શાસકપક્ષના હોદેદારો માટીપગા સાબિત થાય તો વિપક્ષ વતિ અદાલતના દ્વારે જવાનો હુંકાર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...