તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી સામે અનેક પ્રશ્નાર્થો:મુન્દ્રાના 80 કરોડના જમીન કૌભાંડના દોષિતો સામે ફોજદારીના બદલે માત્ર ઠરાવ અને રજૂઆતો!

મુન્દ્રા5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર પંથકમાં બહુચર્ચિત બનેલા જમીન કૌભાંડ સંદર્ભે
 • પાલિકામાં ચૂંટાયેલા સત્તાપક્ષના સદસ્યોએ મોડે મોડે જમીનો રદ કરવાનો ઠરાવ પસાર કરવાની કટિબદ્ધતા દર્શાવી

ઔદ્યોગિક નગરી મુન્દ્રા અને બારોઇ વિસ્તારમાં તાજેતરમાં ચર્ચાનો વિષય બનેલા 80 કરોડના જમીન કૌભાંડ અંગે ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની હળવદ બદલી થતાં અનેક પ્રશ્નાર્થો સર્જાયા છે,તાજેતરમાં મુન્દ્રા બારોઇ નગરપાલિકાના ચૂંટાયેલા નવ વિપક્ષી સદસ્યોએ એકીસૂરે જિલ્લા સમાહર્તા સમક્ષ કથિત જમીન કૌભાંડ આચરનાર જવાબદારો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરતા જિલ્લાનું વહિવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જેના પ્રત્યાઘાત રૂપે કલેક્ટરે માંડવી મુન્દ્રાના પ્રાંત અધિકારી ચૌધરી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિને સમગ્ર પ્રકરણની તલસ્પર્શી તપાસ કરવાનો આદેશ કર્યો છે .ત્યારે સરકારી રેકર્ડ સાથે ચેડાં કરી ગેરકાયેદેસરની પ્રવૃતિઓ કરનાર વિરુદ્ધ જિલ્લા પ્રશાસન ફોજદારી રૂએ કાર્યવાહી કરે છે કે કેમ તે તરફ નગરજનોની મીટ મંડાયેલી છે.

ઘટનાક્રમ મુજબ મુન્દ્રા બારોઇને સંયુક્તપણે નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવી ચૂંટાયેલી બોડી સત્તામાં આવે તે પહેલા ત્રણ માસના ગાળા દરમ્યાન મુન્દ્રા અને બારોઇની અંદાજિત 80 કરોડરૂની સોનાની લગડી સમાન 56 લાખેણી મિલ્કતો પૂર્વ ચીફ ઓફિસર તથા જે તે વિસ્તારના સરપંચ દ્વારા વાડામાંથી રેગ્યુલર જમીનમાં તબ્દીલ કરી જુદા જુદા ભૂ માફિયાઓને ફાળવી દેવાઈ હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.અને તેના સંદર્ભે સુધરાઈના કુલ્લ 28 સભ્યોમાંથી ચૂંટાયેલા વિરોધ પક્ષના નવ સદસ્યોએ કલેક્ટર કચેરીએ આવેદનરૂપે રજૂઆત કરી જમીન કૌભાંડમાં સંડોવાયેલા શખ્સો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે ધરણાં ધરવાની ચીમકી ઉચ્ચારી હતી.

દરમ્યાન અચાનક ગઈકાલે માંડવીના નિયમિત અને મુન્દ્રા સુધરાઈના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાની હળવદ મુકામે બદલી કરાતાં કરોડોરૂના સ્કેમ પર પરદો પડી જવાની આશઁકાઓ વચ્ચે મુન્દ્રા સુધરાઈના તમામ સદસ્યોએ એકમત થઇ કૌભાંડને ખુલ્લું પાડવાની પ્રતિબદ્ધતા દર્શાવતા હવે સરકારી જમીનોનું હસ્તાંતરણ કરવાનો પૂર્ણ દારોમદાર તંત્રની તલસ્પર્શી તપાસ પર રહેશે.

વાડામાંથી ખાનગી માલિકીમાં તબ્દીલ થયેલી તમામ જમીનોને પૂર્વવત સ્થિતીમાં લઇ આવશું
ઉપરોક્ત સમગ્ર ગતિવિધીઓ મુદ્દે મોડે મોડે જાગેલા સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમાર તથા કારોબારી ચેરમેન ડાયાલાલ આહિરે દિવ્ય ભાસ્કરને પ્રતિક્રિયા આપતા આગામી સામાન્ય સભામાં વિપક્ષ અને સત્તાપક્ષ એક મત થઇ ગેરકાયદેસર ખાનગી માલિકીમાં તબ્દીલ થયેલ જમીનોનો ઠરાવ રદ કરવાનો નીર્ધાર વ્યક્ત કર્યો હતો.ઉપરાંત તેની નકલ કલેક્ટર કચેરીએ રવાના કર્યા બાદ આગળની સંપૂર્ણ કાયદાકીય કાર્યવાહી જિલ્લા પ્રશાસન પર આધારિત હોવાનું જણાવ્યું હતું.

વિશેષમાં સૂચિત જમીનો પર થયેલા બાંધકામ દૂર કરવાની પ્રક્રિયા પાલિકા સ્તરેથી હાથ ધરવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો.જેમાં ચૂંટાયેલા વિરોધપક્ષના સદસ્યોએ પણ સૂર પુરાવતાં જો હવે તંત્ર દ્વારા સમગ્ર પ્રકરણની સનિષ્ઠ તપાસ થાય તો અનેક પગના નીચે રેલો જશે તેવું હાલ પૂરતું સપાટીએ ઉભરી આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો