તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના મુખ્ય છ આરોપી પૈકી એક ને ગત સવારે એટીએસે દબોચી લીધા બાદ સમગ્ર કેસમાં સ્થાનિક પોલીસ થાણામાં ફરજ બજાવતા ગ્રામ રક્ષક દળના અન્ય એક જવાનની સંડોવણી ખુલતાં જીલ્લાની ક્રાઇમ બ્રાન્ચ શાખાએ તેની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં સમગ્ર કેસમાં આરોપીઓનો આંક ડબલ ફિગરમાં પહોંચ્યો છે. અારોપીઅોને મુન્દ્રામાં 10 દિવસના રિમાન્ડ માટે રજુ કરાતાં અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
જીલ્લાના નાયબ પોલીસ અધિક્ષક જે એ પંચાલ પાસેથી પ્રાપ્ત અહેવાલ મુજબ સનસનાટી ભર્યા કેસની તપાસ પ્રક્રિયા દરમ્યાન આરોપીઓને મદદગારી કરનાર તરીકે મુન્દ્રા પોલીસ મથકના જીઆરડી જવાન શંભુ દેવરાજભાઇ જરૂની સંડોવણી ખુલતાં તેની અટકાયત કરાઈ છે.મુખ્ય આરોપીઓ દ્વારા ત્રણે શકમંદોને માર મારવા પ્રાગપર સ્થિત ઓરડી ખાતે લઇ જવામાં આવ્યા હતા ત્યારે તેમની સાથે જોડાઈને શંભુએ પણ મદદગારી કરી હતી.જેને અનુલક્ષીને તેની ધરપકડ કરી રિમાન્ડની માંગ સાથે મુન્દ્રાની અદાલતના રજૂ કરવામાં આવતાં કોર્ટે અારોપીને ત્રણ દિવસ સુધી પોલીસ રિમાન્ડમાં રાખવા મંજુરી અાપી હતી.
બંને આરોપી ને અદાલતમાં રજૂ કરાયા
પોલીસકર્મી ગફુરજી ઠાકોર અને જીઆરડી જવાન શંભુ ને મોડી સાંજે 9 વાગ્યે મુન્દ્રા ની અદાલતમાં રિમાન્ડ ની માંગ સાથે રજૂ કરાયા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.