તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઇન મંજૂરી:હવે કચ્છમાં 15 મીટર ઉંચાઈના બાંધકામોને ઓનલાઇન મંજૂરી

મુન્દ્રા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શહેરી વિકાસ મંત્રાલયે રાજ્યવ્યાપી માર્ગદર્શિકા બહાર પાડી

રાજ્યના ડેવલોપર્સોના હિતમાં ગુજરાત સરકારે રાહતરૂપ માર્ગદર્શિકા જાહેર કરી છે. જે મુજબ હવે બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા અથવા ખાનગી ઇમારત વાંછુકો 15 મીટરની ઉંચાઈ ધરાવતા ચણતરની ઓનલાઇન પરમિશન મેળવી શકશે પરંતુ તેમણે પરિપત્રમાં જાહેર કરાયેલા નિયમોને અનુસરવું પડશે.

ગત મોડી સાંજે ગાંધીનગર સ્થિત શહેરી વિકાસ મંત્રાલયએ સંબંધિત વિભાગોને જાહેર કરેલા પરિપત્રમાં જમીનથી બાંધકામના ઉચ્ચ સ્તર સુધી બાંધકામ કરવા માંગતા નિર્માણકારો ODPS (ઓનલાઇન ડેવલોપમેન્ટ પરમીશન સીસ્ટમ)ના માધ્યમથી મંજૂરી માટે અરજી કરી શકશે. આ બાબત અંગે લાગુ નિયમો પર પ્રકાશ પાડ્યો છે.

વિવિધ એસોસીએસન અને ઓડીપીએસ દ્વારા હેલ્પડેસ્કના માધ્યમથી વિકાસ પરવાનગીમાં સોફ્ટવેરથી નકશાની અતિ મહત્વના પેરામીટર્સ ચકાસણી કરવામાં આવે અને તે તમામ બાબતો સંતોષકારક હોય તો પ્લાનને મંજૂરી આપવામાં આવે અને તે સિવાયના અન્ય POR (પેરામીટર પર્સન ઓન રેકર્ડ)સરકારશ્રીની જોગવાઈઓ મુજબ કરવામાં આવશે તે સબબની બાહેંધરી આપે તો પરવાનગી મેળવવાની ઓનલાઇન પદ્ધતિમાં અરજદારોને વધુ સરળતા રહે તે સબબની રજૂઆત કરાઈ હતી.

જે અંગે પુખ્ત વિચારણાને અંતે રાજ્યસરકારે ઓનલાઇન ડેવલપમેન્ટ પરમીશન મારફત પ્રાપ્ત થતી વિકાસ પરવાનગીઓ તા.2-12ના પરિપત્રથી સૂચિત કાર્યપધ્ધતિ મુજબ અમલમાં લેવા માટે તમામ મહાનગરપાલિકા, શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ અને નગર પાલિકાઓને આદેશ કર્યો છે અને તે પરિપત્ર અંગેના નીતિ નિયમો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરની વેબસાઈટ પર મળી રહેશે. કચ્છમાંથી થયેલી રજૂઆતો બાદ જિલ્લામાં 15મીટર ઊંચાઇના બાંધકામની છૂટની તાજેતરમાં જાહેરાત કરાઇ હતી, જેને પરિપત્રથી આખરીરૂપ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો