કાર્યવાહી:નવીનાળના સીમાડામાં કટિંગ થતો નવ લાખનો વિદેશી શરાબનો જથ્થો ઝડપાયો

મુન્દ્રા, અંજાર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પરથી પોલીસે 6 લાખની ટ્રક કબજે કરી પણ આશ્ચર્યજનક રીતે તમામ આરોપીઓ છુ

મુન્દ્રા તાલુકાના નવીનાળ સીમમાંથી સ્થાનિક પોલીસે ખુલ્લામાં પડેલી નવ લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 2,400 બોટલ ભરેલી 200 પેટીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને સ્થળ પરથી દારૂની હેરફેર માટે વપરાયેલ 6 લાખના ટેમ્પા અને બે હજારના મોબાઈલ સમેત કુલ્લે રૂપિયા 15 લાખ 2 હજારનો મુદામાલ કબ્જે કરી આરોપીઓને દબોચી લેવાની તજવીજ હાથ ધરી છે.

પોલીસ દફતરેથી પ્રાપ્ત અહેવાલ મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સોમવારે રાત્રીએ હાઇવે પર પેટ્રોલિંગ કરી રહેલી મુન્દ્રા પોલીસને તાલુકાના નવીનાળ ગામની સીમમાં દારૂનું કટિંગ થતું હોવાની સચોટ બાતમી મળી હતી. જેના પગલે પોલીસ ટુકડીએ નવીનાળ સીમમાં આવેલ ગાલા ફાર્મની સામેની બાજુએ છાપો મારતાં ત્યાં અંધારામાં ઉભેલી એક ટ્રક મળી આવી હતી.

પોલીસકર્મીઓએ નજીક જઈ તપાસ કરતાં તેમાં અને જમીન પર ખુલ્લામાં દેશી બનાવટના વિદેશી શરાબ મેકડોવેલ બ્રાન્ડની 750 એમએલની નવ લાખ રૂપિયાની કિંમતની 200 પેટીઓ જેમાં 2,400 નંગ બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

જયારે સ્થળ પર બુટલેગર કે કોઈ અન્ય સૂત્રધાર મળી ન આવતા પોલીસે દારૂની હેરફેરમાં વપરાયેલ 6 લાખની ટ્રક અને સ્થળ પરથી મળી આવેલ બે હજારના મોબાઈલ સમેત કુલ્લ 15,0200નો મુદામાલ કબ્જે લઇ ટ્રક ચાલક, દારૂનું કન્સાઇન્મેન્ટ મંગાવનાર ઈસમ તથા સપ્લાયર્સ વિરુદ્ધ પ્રોહિબીશન એક્ટ તળે ગુનો દર્જ કરી ત્રણેય અજાણ્યા ઈસમોને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઉપરોક્ત કાર્યવાહીમાં મુન્દ્રા પીઆઇ મિતેષ બારોટ સાથે ડી સ્ટાફના પોલીસકર્મીઓ જોડાયા હતા.

ભૂટકીયા પાસે કાર માંથી 95 હજારના શરાબ સાથે એક પકડાયો, નાસી છૂટ્યો
આડેસર પોલીસે બાતમી આધારે રાપરના ભૂટકીયા બસ સ્ટેશન પાસે ફિલ્મી ઢબે સફેદ કારનો પીછો કરીને રાપર તાલુકાના પ્રાગપર ગામના હસમુખ કેશુભાઈ કોલીની અટક કરી હતી અને કારમાંથી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 95,150નો કબ્જે કરી તેમજ કાર અને મોબાઈલ સહિત કુલ્લે રૂપિયા. 5,99,125નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જ્યારે દરોડા દરમિયાન આરોપી શૈલેષ રાધુભાઈ કોલી નાસી ગયો હતો. જેથી બંને આરોપીઓ ઉપરાંત શરાબ મંગાવનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...