તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુન્દ્રામાં પુત્રના હત્યારા પિતા સામે ખૂનનો ગુનો

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે અદાલતમાં રજુ કરવા તજવીજ હાથ ધરી

મુન્દ્રા મુકામે ત્રણ દિવસ અગાઉ દિવ્યાંગ પુત્રની ગળે ટૂંપો દઈ હત્યા કરનાર પિતાની સ્થાનિક પોલીસે અટકાયત કરી તેની વિરુદ્ધ વિધિવત હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પોલીસ દફતરેથી આરોપીના કાકા નયનસિંહ કામી (હાલ રહે-બારોઇ રોડ-મુન્દ્રા,મૂળ નેપાળ)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ચોકીદારી અને છૂટક મજૂરી કરી પેટિયું રડતો તેનો ભત્રીજો હરીશ કામી (રહે બારોઇ રોડ-મુન્દ્રા મૂળ નેપાળ) તેના સતત બીમાર રહેતા દિવ્યાંગ પુત્ર દિનેશની તબીબી સારવારનો ખર્ચ ઉઠાવવા માટે સક્ષમ ન હોઈ સતત દબાણમાં રહેતો હતો.અને અંતે કંટાળીને તેણે 21/3ની સાંજે ચાર વાગ્યાના અરસામાં પત્નીની ગેરહાજરીમાં પુત્ર દિનેશ (ઉ.વ.9)ની ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી.

ત્યારબાદ કુદરતી મોત થયું હોવાનું હમવતન સાથીઓને કહી તેમની સંગાથે દિનેશના શબને નાના કપાયા સ્થિત ટાવર્સ પૈકીની જમીનમાં દફનાવી આવ્યો હતો.પરંતુ માતાના પરત ફરતા મૃતક દિનેશની પાંચ વર્ષીય બહેને તેને સમગ્ર બીનાનો ચિતાર આપતા પૂર્ણ પ્રકરણ પરથી પરદો ઉંચકાયો હતો.પોલીસે દિનેશની લાશ જામનગર પોસ્ટમોર્ટમ અર્થે મોકલી હતી.જે ગત રાત્રે પરત આવ્યા બાદ દફનવિધી કરાઈ હતી.પોલીસે આરોપી હરીશ વિરુદ્ધ હત્યાની કલમ 302 હેઠળ ગુનો દર્જ કરી તેની ધરપકડ કર્યા બાદ અદાલતમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો