તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેફામ આખલાઓ:જાહેરમાર્ગો પર વિચરતા બેફામ આખલાઓને મુન્દ્રાને બાનમાં લીધા

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર તેમજ બારોઇ રોડ પર પ્રતિદિન અકસ્માત સર્જાતા હોવાની રાવ ઉઠી

મુન્દ્રાના કોટ અંદરના તેમજ અતિ વિકસિત એવા બારોઇ રોડ પર વ્યાપેલ આખલાઓનું સામ્રાજ્ય રાહદારીઓ તેમજ વાહનચાલકો માટે ખતરાની આલબેલ સાબિત થયું હતું . ભારે અવર જ્વર ધરાવતા વિસ્તાર નગરના સર્વ સેવા સંઘ નજીક સવારના ભાગમાં યુદ્ધે ચડેલા પશુઓએ કતારબંધ ઉભેલા દ્વિચક્રી વાહનોને નુકસાન પહોંચાડી રાહદારીઓમાં ભયનો માહોલ ઉભો કરતા સુધરાઈ ત્વરાએ જાહેર માર્ગો પર બેફામ વિચરતા આંખલાઓનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરે તેવી માંગ ચોમેરથી ઉભી થઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ નગરના કોટ અંદર આવેલી બકાલા માર્કેટ,માંડવી ચોક,ગિરનારા શેરી,ભાટિયા ચોક વગેરે વિસ્તારો બેફામ બની આલરતા આંખલાઓનો અડ્ડો બન્યા છે.અત્યંત સાંકડા ગણી શકાય તેવા વિસ્તારોમાં તેમનું દ્વંદ્વ યુદ્ધ નિત્યક્રમ બન્યો છે.ત્યારે આસપાસ ના દુકાનધારકો અને રાહદારીઓ પર સતત અકસ્માતનો ભય તોળાતો રહે છે.ઉપરાંત સમાન પરિસ્થીતી બારોઇ રોડ પર બની છે.જ્યાં ડિવાઈડર પર મેળો જમાવી બેઠેલા ચોપગા પશુઓ ગમે તે ઘડીએ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પર ત્રાટકે છે.

જેથી પ્રતિ દિન નાના મોટા અકસ્માત ના બનાવ બનતા હોવાથી લોકો તાત્કાલિક ધોરણે સુધરાઈ દ્વારા પશુઓનું સ્થળાંતર કરાય તેવું ઈચ્છી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે પાલિકાની ગત સામાન્યસભા મધ્યે ચોપગા પશુઓને ગુંદાલા સ્થિત પાંજરાપોળમાં ખસેડવાનો મુદ્દો ઉઠ્યો હતો.પરંતુ તે પણ બીજી સમસ્યાઓની જેમ માત્ર બેઠક પૂરતો સિમિત રહ્યો હોય હાલ તેવું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...