તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:મુન્દ્રા પ્રારંભથી જ ઓક્સિજન વિહોણું તો હતું જ ને હવે વેક્સિન પણ ખતમ

મુન્દ્રા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • રાજ્યસરકારનો પ્રચાર પ્રસાર બમણો પરંતુ, 18+ કતારમાં અને 45+ને પ્રથમ અને બીજા ડોઝ માટે પરત ફરવું પડ્યું

મુન્દ્રા પંથકમાં કોરોનાના દર્દીઓનો રાફડો ફાટ્યા બાદ સ્થાનિકે પ્રારંભથીજ ઓક્સિજન ઉપલબ્ધ નથી પરંતુ પરિસ્થિતી કાયમ રહ્યા ને પંદર દિવસ બાદ પણ પ્રશાસન પ્રાણવાયુની વ્યવસ્થા કરવામાં નિષ્ફ્ળ રહ્યું છે.તેની વચ્ચે 18+ વાળા 90% યુવાનોને રજીસ્ટ્રેશન માં નિષ્ફ્ળતા મળતી હોવા ઉપરાંત હવે આજથી સીએચસીમાં રસ્સીનો જથ્થો ખૂટી પડતાં 45+ વાળાઓને પણ વીલા મોઢે પરત ફરવું પડ્યું હોવાની રાવ ઉઠી છે.વેક્સિનવાંચ્છુઓ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પ્રથમ ડોઝ લઇ લીધા બાદ 45 દિવસનો સમયગાળો વિતી જતાં તેઓ આજે સ્થાનિકેના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બીજો ડોઝ લેવા ગયા હતા.

તો ત્યાં વેક્સિન ખૂટી જવાથી આજે ટીકાકરણ બંધ હોવાનું પાટીયું ઝૂલતું નજર આવ્યું હતું.અને હવે રસ્સીકરણ ફરી ચાલુ ક્યારે થશે તે અંગેનો સંતોષકારક જવાબ સુધા સરકારી હોસ્પિટલનો સ્ટાફ આપી શક્યો ન હતો.જયારે ઓક્સિજન મુદ્દે એપ્રિલ માસના પ્રારંભથીજ અછત રહેતા દર્દીઓને ભુજ સુધી લાબું થવું પડતું પરંતુ એક મહિના બાદ પણ પ્રશાસન સુચારુ વ્યવસ્થા કરવામાં નિષ્ફ્ળ જતાં હાલ પણ તેજ સ્થિતી યથાવત છે.અને દર્દીના પરિવારજનો ઓક્સિજન માટે ચોમેર રઝળપાટ કરતા નજરે ચડે છે.

ઉપરાંત વર્તમાનપત્રોના માધ્યમથી રસ્સીકરણ માટે જોરો શોરથી પ્રચાર કરવામાં આવે છે પણ સાઈટ ખુલતાની સાથે ક્વોટા ફૂલ થઇ જતો હોવાની રાડ યુવાનિયાઓમાં ઉઠી છે. આમ સંકલનના અભાવે પણ અનેક મુશ્કેલીઓ સર્જાતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહિવટી પારદર્શિતા નો અમલ જરૂરી બન્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

ગાગોદરમાં કેન્દ્ર ફાળવાયું હોવાથી રાપરમાં રસી ન અાવી : બીજો ડોઝ લોકો ન લઇ શક્યા
રાપર શહેરમાં માત્ર એક દિવસ 100 ડોઝ આપીને હાથ ઊંચા કરાયા હતાં. પ્રથમ દિવસે વેકશીનેશનમાં રાપર તાલુકાને બાકાત રખાયો હતો, અને બીજા દિવસે માત્ર 100 ડોઝ અપાયા હતાં. જેમાં 100 યુવાઓએ વેકશીનેશનમા ભાગ લઈ ને સરકારના આયોજનને સફળ બનાવ્યું હતું. પરંતુ સોમવારે રાપરના ગાગોદરમાં કેન્દ્ર રાખવામાં અાવ્યો હતો. પરંતુ રાપરમાં તો રસી ન હોવાથી 45 વર્ષથી મોટી ઉંમરના લોકો પણ રસીનો બીજો ડોઝ લઇ શક્યા ન હતાં. આરોગ્ય વિભાગના સૂત્રો ધ્વરા પ્રાપ્ત માહિતી અનુસાર આવતાં ત્રણ દિવસ ગ્રામ્ય વિસ્તારોમાં રસીઓ ફાળવાઈ હોવાથી રાપર શહેરને રસી નહીં મળે. તો 45 વર્ષ થી ઉપરના લોકોની રસી પણ ચાર દિવસ નહીં મળે. તો મંગળવારે બેલા ગામ ખાતે રસી અપાશે અને બુધવારે આડેસર પીએચસી તથા ગુરૂવારે ચિત્રોડ પીએચસી ખાતે કેંમ્પોનુ આયોજન કરાયું છે. તંત્ર અેકબાજુ રસીકરણ અંગે જાગૃતિ વધારે છે તેની બીજીબાજુ રસીનો જથ્થો જ અોછો અાવી રહ્યો છે. જેના કારણે બીજા ડોઝ લેવા અાવનરા લોકો પણ વિમાસણમા પડ્યા છે.

નખત્રાણામાં બીજો ડોઝ લેવા અાવેલા વિલા મોઢે પરત
કચ્છમાં સોમવારે રસીનો જથ્થો જ અોછો હોવાથી અનેક તાલુકામાં રસી લેવા અાવેલા લોકોને ખાલી હાથે પરત જવાનો વારો અાવ્યો હતો. નખત્રાણા ખાતે વેક્સિનનો જથ્થો જ ન હોવાથી 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેકસીન અાપી શકાઇ ન હતી. સામુહિક આરોગય કેન્દ્ર ખાતે રસી લેવા અાવેલા લોકો વિલા મોઢેના પરત ફર્યા હતાં. લોકોને હોસ્પિટલના સ્ટાફે અેવુ જણાવ્યું હતું કે, ઉપરથી જ આજે રસી અાવી ન હોવાથી અાવી સ્થિતિ સર્જાઇ છે. લોકોઅે હેલ્થ અધિકારીને પણ ફોન કરવાની કોશિશ કરી હતી. પરંતુ તેઅોઅે ફોન ઉપાડવાની પણ તસ્દી લીધી ન હતી.

લાખાપરમાં પ્રતિદિન 500 બોટલનું ઉત્પાદન
ઓક્સિજનની અછત મુદ્દે દિવ્ય ભાસ્કર દ્વારા સ્થિતીનો તાગ મેળવવાનો પ્રયાસ કરતા મુન્દ્રા તાલુકાના લાખાપર સ્થિત ખાનગી માલિકીના પ્લાન્ટને ઉદારનિતી સાથે લોકોના ઉપલક્ષમાં તબ્દીલ કરાયો છે.જ્યાં દૈનિક 500 બોટલનું ઉત્પાદન છે.જેનું પ્રાંત અધિકારી હસ્તક મુન્દ્રા અને માંડવીના જરૂરિયાતમંદો ને વિતરણ કરાઈ રહ્યું છે.જેથી આગામી દિવસોમાં ઓક્સિજનની અછત હળવી થવાનું ચિત્ર ઉપસ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો