તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં સંડોવાયેલા ટ્રાફિક પોલીસકર્મી સામે પગલાં લ્યો

મુન્દ્રા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમાઘોઘાનાં ક્ષત્રિય આગેવાનોની SP સમક્ષ રજૂઆત

સમગ્ર પંથકમાં બહુચર્ચિત બનેલા મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં તમામ દસ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેમને જેલ હવાલે કરી દેવાયા પછી પણ જિલ્લા ટ્રાફિક સાથે સંકળાયેલા અન્ય એક પોલીસકર્મીની સંડોવણી બહાર આવી છે.પરંતુ તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરાતાં સમાઘોઘાનાં ક્ષત્રિય આગેવાનો ડીએસપી કચેરીએ પહોંચ્યા હતા.અને તે યુવાનની ભૂમિકા જાહેર કરી તેની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ કરી હતી.

બનાવ સંદર્ભે પ્રકાશ પાડતાં મુન્દ્રા તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન નટવરસિંહ જાડેજાએ મુન્દ્રામાં બનેલા કસ્ટોડિયલ ડેથના હિચકારા બનાવમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં ગયેલા દસ આરોપીઓ સિવાય જિલ્લા ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા અશોક ગઢવી નામક અન્ય એક પોલીસકર્મીની સંડોવણી બહાર આવી હોવાનો આક્ષેપ કર્યો હતો.

ઉપરાંત તેની વિરુદ્ધ પગલાં લેવા અંગે અગાઉ સંપૂર્ણ મામલાની તપાસ કરતા ડીવાયએસપી પંચાલ સમક્ષ પણ રજૂઆત કરાઈ હતી.પરંતુ તે અંગે કોઈ સકારાત્મક પ્રતિસાદ ન સાંપડતા હવે જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ ડીએસપીને મૌખિક રજૂઆત કરાઈ હોવાનું જણાવ્યું હતું.જેના પ્રત્યુત્તરમાં ડીએસપી સૌરવસિંઘે હાલ સમગ્ર મુદ્દે તપાસ ચાલુ હોઈ આગામી સમયમાં અશોક ગઢવી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાનું આશ્વાશન આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો