તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • Mundra Taluka Panchayat General Meeting On The Issue Of Formation Of Social Justice Committee After The Opposition Spoke To The Authorities!

સકારાત્મક:મુન્દ્રા તાલુકા પંચાયત સામાન્ય સભામાં સામાજિક ન્યાય સમિતિના ગઠન મુદ્દે વિપક્ષ બાદ સત્તાપક્ષે વાત માની !

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રા બારોઇ નગરપાલિકાની સરખામણીએ શાંતિપૂર્વક પૂર્ણ થયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ફક્ત સામાજિક ન્યાય સમિતિના ગઠન મુદ્દે વિપક્ષે વિરોધ દર્શાવ્યો હતો.તાલુકા પંચાયત ભવનમાં મહિલા પ્રમુખ રાણીબેન આહિરના અધ્યક્ષ સ્થાને ટીડીઓ જય રાવલ, નાયબ ટીડીઓ વસંત ચંદે, વિસ્તરણ અધિકારી રાજેન્દ્રસિંહ જાડેજા અને બન્ને પક્ષના ચૂંટાયેલા 18 સભ્યોની હાજરીમાં પ્રથમ લફરાના સામાજિક અગ્રણી પ્રતાપસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ આપી સામાન્યસભાની શરૂઅાત કરાઇ હતી.

જેમાં સત્તાપક્ષ દ્વારા કારોબારી અને સામાજિક ન્યાય સમિતિના સદસ્યોની ઘોષણા કરાતાં વિપક્ષી સદસ્ય નવીન ફફલે સમિતિના ગઠન મુદ્દે વિરોધ દર્શાવ્યો હતો. અને કાયદાકીય રીતે તેમાં વિપક્ષી સદસ્યોનો સમાવેશ કરવાની માંગ કરતા તેને સત્તાપક્ષે માન્ય રાખી નવીન ફફલનો સમિતિમાં સમાવેશ કરવાની નોંધ મિનિટ્સમાં કરતાં બાકીના મુદ્દા અંગે બંને પક્ષે શાંતિપૂર્ણ ચર્ચા થઇ હતી.જેમાં વર્ષો જૂની તાલુકા પંચાયત ભવનની ઇમારતને કલર કરી દુરસ્ત કરવાનો પ્રસ્તાવ સર્વ સંમતિથી મુકાયો હતો.

ઉપરાંત જિલ્લા પંચાયતના સદસ્ય વિરમ ગઢવીએ નાના કપાયા બોરાણા માર્ગના નવિનીકરણની માંગ મૂકી હતી.જયારે વિપક્ષે આયોજનની ગ્રાંટમાં નાના ગામોને પ્રાથમિકતા આપી તેમાં સીમતળ ફાળવવાનો પ્રસ્તાવ મુક્યો હતો.જેનો સત્તાપક્ષે સકારાત્મક પ્રત્યુત્તર આપતા સભા સમાપ્ત જાહેર કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...