ઉદાસીન:મુન્દ્રાની શાળા - કોલેજોમાં માસ્ક પહેરવા મુદ્દે છાત્રો બન્યા ઉદાસીન

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેસો ફરી વધતા ગાઈડલાઈનની ચુસ્ત અમલવારી જરૂરી

વિશ્વમાં કોરોના વાયરસના નવા વેરીએન્ટ ઓમિક્રોને દહેશતનું વાતાવરણ ઉભું કર્યું છે ત્યારે પરપ્રાંતીય લોકોની વધુ અવરજવર ધરાવતા અને ઉદ્યોગોને વરેલા મુન્દ્રા પંથકમાં શાળા કોલેજોમાં જતા વિદ્યાર્થીઓ માસ્ક પહેરવામાં ઉદાસીનતા દાખવી રહ્યા છે. જેથી શાળાઓ હવે નિયમોની કડક અમલવારી કરાવે તે જરૂરી બની ગયું છે.

કોવિડની ત્રીજી લહેર સમાન નવો વેરીએન્ટ કિશોર વયના બાળકો અને યુવાનોમાં સંક્ર્મણ ફેલાવતો હોવાની બાબત સામે આવી છે. જેથી સ્વરક્ષણ માટે જૂની સરકારી માર્ગદર્શિકાનો સ્વેચ્છાએ ચુસ્તપણે અમલ કરવો જરૂરી બન્યો છે.પરંતુ મુન્દ્રામાં આર.ડી.એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ પીટીસી અને બીએડ કોલેજ તથા બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ખાનગી શાળાઓમાં નિયમોની અમલવારી જોવા મળતી નથી.મોટા ભાગના છાત્રો બેદરકારી પૂર્વક માસ્ક ગ્રહણ કર્યા વિના ફરતા હોવાનું સપાટીએ તરી આવ્યું છે .હાલ જયારે તમામ શાળાઓ રાબેતા મુજબ ધમધમી ઉઠી છે ત્યારે આગોતરી સાવચેતી રૂપે ગાઇડલાઇનની કડક અમલવારી કરાવાય તેવો મત વાલીગણમાં પ્રવર્તી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...