તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમીન અતિક્રમણકારોમાં ફફડાટ:મુન્દ્રા પોલીસે બે દબાણકારો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનું હથિયાર ઉગામ્યું

મુન્દ્રા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સોસાયટીમાં વૃદ્ધાની અને પત્રીમાં સરકારી પડેતર જમીન પર ગેરકાયદે કબ્જો કરનાર બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો

હાલ રાજ્યસરકાર જયારે જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવનાર ભૂમાફિયાઓ વિરુદ્ધ કડક રૂખ અપનાવી રહી છે ત્યારે મુન્દ્રા પોલીસે પણ જુદા જુદા બે બનાવોમાં ખાનગી અને સરકારી જમીન પર બિનઅધિકૃત પણે દબાણ કરનાર ઈસમો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો નોંધતા અતિક્રમણકારોમાં ફફડાટ વ્યાપ્યો છે.

પ્રથમ બનાવમાં મુન્દ્રા પોલીસ મથકેથી પ્રેમિલાબેન તુલસીદાર ઠક્કર(ઉ.વ.64 રહે આસુતોષધામ 2-મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ રામ વિરમ ગઢવી (રહે મૂળ વવાર હાલે મુન્દ્રા)નામક ઈસમે તેમની માલિકીની મુન્દ્રાના સર્વે ન 207/10 વાડી કલાપૂર્ણ સોસાયટી વાડી જમીનમાં 2/2/21 થી 5/4/21 દરમ્યાન ગેરકાયદેસર રીતે દબાણ કરી ઓરડી બનાવી ચારે બાજુ દિવાલ ખડકી દીધી છે.

જયારે બીજા બનાવમાં મુન્દ્રા તાલુકાના પત્રી મુકામે મુશ્તાક સુલેમાન પઢીયાર (રહે મૂળ પત્રી હાલે મુન્દ્રા) નામક ઈસમે ફરિયાદી મહિલા જયશ્રીબેન રમેશચંદ્ર અનમ (ઉ.વ.70 રહે પારસ નગર બારોઇ રોડ-બારોઇ)ની પત્રી સ્થિત સર્વે ન 345/1 વાડી જમીનની બાજુમાં આવેલ સરકારી પડેતર જમીનનો પાંચ મહિના અગાઉ 25/1ના રોજ ગેરકાયદેસર ઉપયોગ કરી કાંટાળી વાડ બનાવી ભેંસો બાંધી દેતા મુન્દ્રા પોલીસે સિનિયર સિટીઝન મહિલાઓની ફરિયાદના આધારે બંન્ને આરોપીઓ વિરુદ્ધ જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે ગુનો દર્જ કર્યો છે.ઘટના સંબધિત તપાસ જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જે એન પંચાલે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો