તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:મુન્દ્રા પાલિકાનું 4.67 કરોડનું પ્રથમ બજેટ બહાલ

મુન્દ્રાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિકાસકાર્યો અંતર્ગત પાણીના વિકટ પ્રશ્નનું નિરાકરણ લાવવાને પ્રાથમિકતા અપાશે

મુન્દ્રા બારોઇ નગરપાલિકાની ચૂંટણીઓ સંપન્ન થયા બાદ બીજેપીના બહુમત સાથે સુધરાઈની પ્રથમ ત્રિમાસિક સામાન્ય સભામાં 4.67 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી. સુધરાઈના સભાગૃહમાં પ્રથમ રાષ્ટ્રગીતના ગાન સાથે શરૂ થયેલી સભામાં બજેટની રૂપરેખા પ્રસ્તુત કરવામાં આવી હતી. જેમાં અંદાજિત પેદાશ ખર્ચ તથા પુરાંતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેને સર્વાનુમતે બહાલી મળતા કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કરી સભા સંપન્ન કરવામાં આવી હતી.

સમગ્ર બેઠક દરમ્યાન વિપક્ષ તરફથી ઇમરાન જત તથા કાનજી સોંધરાએ શિક્ષણ અર્થે ફાળવાયેલા રૂા. 14000 મુદ્દે સવાલ ઉઠાવતા ચીફ ઓફિસર સંદિપસિંહે તેનો પ્રત્યુત્તર આપતા બીજા તબક્કે રાજ્યમાંથી ગ્રાંટ આવ્યા બાદ તેમાં વધારો કરવાનું જણાવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ સુધરાઈ પ્રમુખ કિશોરસિંહ પરમારે તાત્કાલિક ધોરણે મુન્દ્રા બારોઇની અંદાજીત 113 સોસાયટીમાં વિકટ બનેલી પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત નગરજનો માટે ત્રાસરૂપ બનેલા ચોપગા પશુઓને મુન્દ્રા પાંજરાપોળના સહયોગથી ગુંદાલા મુકામે ઢોરવાળો બનાવી ત્વરાએ ત્યાં ખસેડવાની લાગણી દર્શાવી હતી.

વિશેષમાં વર્ષોથી અત્યંત ક્ષારયુક્ત પાણી પિતા નગરજનોના હિતમાં ફિલ્ટર પ્લાન્ટ લગાવવા અથવા નર્મદાનું પાણી લઇ આવવા ઉપર ભાર મુક્યો હતો. ઉપરોક્ત બેઠકમાં સુધરાઈ ઉપાધ્યક્ષ ચંદ્રિકાબેન પાટીદાર, કારોબારી ચેરમેન ડાયાલાલ આહિર, સત્તાપક્ષ અને વિપક્ષના ચૂંટાયેલા સદસ્યો, ક્લાર્ક કુણાલ ઠક્કર અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મુન્દ્રા બારોઇ નગરપાલિકાની રચના થયા બાદ આ પ્રથમ જ બજેટ છે. 4.67 કરોડના બજેટને સર્વાનુમત્તે પસાર કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો