તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશંકા:આજે મુન્દ્રા પાલિકાની સભા ઉગ્ર થવાની આશંકા

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા જાહેર થયા બાદ આજે ત્રીજી સભા
  • વિવિધ સમિતીઓની રચના તથા કરોડોનું જમીન કૌભાંડ મુખ્ય મુદ્દો બની રહેવાનો વર્તારો

મુન્દ્રા બારોઇને સયુંકત પણે પાલિકાનો દરજ્જો મળ્યા બાદ આજે યોજાનારી ત્રીજી સામાન્ય સભા વિવિધ મુદાઓને લઇ ઉગ્ર બનવાનો અંદેશો વિરોધ પક્ષની તૈયારીઓ થકી નજર સમક્ષ તરી આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ત્રીજી સામાન્ય સભામાં પ્રથમ કારોબારી,સેનીટેશન,વિકાસ સમેત વિવિધ સમિતિઓની રચના કરવામાં આવશે જેમાં સામાજિક ન્યાય સમિતિના ગઠન મુદ્દે કમઠાણ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.કારણકે નિયમ મુજબ પાંચ સભ્યોની સમિતિ બનાવાય તો ભાજપ પાસે પછાત વર્ગના ચૂંટાયેલા બે સભ્યો છે જયારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પાસે ત્રણ છે.

માટે જો સમિતિનું ગઠન થાય તો કોંગ્રેસનો હાથ ઉપર રહે તે સત્તાપક્ષને પરવડે તેમ ન હોવાથી સંભવિત વિવાદ સર્જાવાની શક્યતાઓ દેખાઈ રહી છે.વિશેષમાં વિવિધ વિકાસકામોની ટેન્ડર પ્રક્રિયા,પાણીના ટાંકાઓની તબદીલી તથા ખાસ પાલિકાની બોડી ચૂંટાયા પહેલા થયેલા કરોડોના જમીન કૌભાંડ સંદર્ભે સત્તાપક્ષનું સુસ્ત વલણ અને વિરોધ પક્ષ દ્વારા જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી કરવાની માંગ ચકમક ઝરવા માટે નિમિત્ત બનવાના અહેવાલ સાંપડ્યા છે જયારે ખરું ચિત્ર સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સપષ્ટ થશે ત્યારે નગરજનોની મીટ પાલિકાની વર્તમાન બેઠક તરફ મંડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...