તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મુન્દ્રાની હોસ્પિટલમાં કચ્છમાં પહેલી પ્રીફેબ્રીકેટેડ ઇન્ટેન્સિવ કેર યુનિટની સુવિધા ઉભી કરાઈ

મુન્દ્રા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ મળી રહેશે

તાજેતરમાં મુન્દ્રા સ્થિત અદાણી હોસ્પિટલ ખાતે કચ્છમાં સર્વપ્રથમ પાંચ પથારીનું એક એવા બે મેડીકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (MICU)ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.જે તાલુકાના 65 ગામના દર્દીઓને તાકીદની સારવાર માટે તથા લાઈફ સપોર્ટ સિસ્ટમ માટેની આવશ્યક જરૂરિયાત બની રહેશે. સૂચિત તબીબી યુનિટ એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે જેમાં ગંભીર હાલત ધરાવતા દર્દીઓને વિવિધ ટેક્નિકલ શાખાઓની દ્રષ્ટિએ આધુનિક વાતાવરણમાં સારવાર ઉપલબ્ધ થશે.

આ અંગે અદાણી હોસ્પિટલના ઇન્ચાર્જ ડો વત્સલ પંડ્યાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત યુનિટ આરોગ્ય સંભાળ સુવિધાનો વિશેષ ભાગ બની રહેવા ઉપરાંત દર્દીઓને સઘન સારવાર પુરી પાડશે. અહીં હોસ્પિટલના પ્રશિક્ષિત ડોક્ટરો અને નર્સો દ્વારા જીવલેણ બીમારી તથા ગંભીર ઇજજાઓ વાળા દર્દીઓ માટે પ્રાણજીવન સાબિત થશે.

શું છે મેડિકલ ઇન્ટેન્સિવ કેર યુનિટ?
આ પાંચ બેડનું એક એવા બે પ્રીફેબ્રીકેટેડ મોડયુલ ઉપરાંત એક નર્સિંગ યુનિટ છે.એરટાઈટ યુનિટમાં બહારની હવાનો ભેજ અને પ્રદુષણ દાખલ નહીં થઇ શકે તથા જગ્યા બદલતી વખતે તેને સરળતાથી છુટું પાડી શકાસે .વિશેષમાં તેમાં પાણી અને સ્યુએશ માટે ઈન્સ્ટંટ પોઇન્ટ ઇલેક્ટ્રોનિક ઉપકારણો માટે પ્લગની સુવિધા,આઇસીયુ બેડસ,કોમ્પ્રેસ્ડ એર,વાતાનુકુલિત અને લાઈફ સેવિંગ્સ ઈકવિપમેન્ટ માટે જરૂરી વીજળીના સોકેટ્સ આપવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...