તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફફડાટ:મુન્દ્રા કસ્ટમે પોર્ટ પરથી નિકાસ થતા ખાંડના 100 કન્ટેનરોને બ્રેક મારી

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ફેક્ટરીમાંથી આયાતની પેરવીથી તપાસનો ધમધમાટ

છેલ્લા કેટલાક દિવસોથી મુન્દ્રા પોર્ટના કસ્ટમ ખાતા પર ઉચ્ચ સ્તરેથી તવાઈ આવતા સફાળી જાગેલી બંદરની સંબધિત એજન્સીઓએ એક્સપોર્ટ થતાં ખાંડના સો કન્ટેનરોને બ્રેક મારી તપાસનો ગાળિયો કસતાં ક્લિયરિંગ એજન્ટોમાં ફફડાટ વ્યાપી ગયો છે.છેલ્લા ચાર દિવસથી થતી ગતિવિધીઓ દરમ્યાન ગાંધીધામ સ્થિત આયાત નિકાસકાર પાર્ટી પ્રફુલ લોજીસ્ટીક અને અમદાવાદના ફોરવડર એ સ્થાનિકેના જીઆઈડીસી ગોડાઉનમાંથી સુગરન 100 કન્ટેનરો કસ્ટમની નજર ચૂકવી સીધા નિકાસ કરવાનો પ્રયાસ કરતાં કસ્ટમની એસઆઈબી શાખાએ મિસડિક્લેરેશન હેઠળ સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ પણ આવા કેટલાય કન્ટેનરો સાઉથ આફ્રિકા,ગલ્ફ અને વિશ્વના અનેક દેશોમાં પગ કરી ગયા છે.ત્યારે ધોંસ વધતા મોડું મોડું કસ્ટમ ખાતું હરકતમાં આવ્યું છે.આ સંદર્ભે કસ્ટમના ડેપ્યુટી કમિશ્નર અનોપસિંઘનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમનો ફોન રણકતો રહ્યો હતો.જયારે પીઆરઓ મીનાએ હાલ એસઆઈબી દ્વારા તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

કાર્ગો નિકાસની સમગ્ર પ્રક્રિયા આ પ્રમાણે હોય છે
જે તે પાર્ટીએ પ્રથમ એકસપોર્ટ કાર્ગો નિયત ફેકટરીમાં સ્ટફિંગ કર્યા બાદ તેની બંદર પરથી નિકાસ અગાઉ પ્રથમ કસ્ટમ સમક્ષ બિલ ઓફ એન્ટ્રી રજુ કરવી પડે પછી ખાતા દ્વારા તેનું ક્રોસ વેરીફીકેશન કરી કન્ટેનર સીલ કરાયા બાદ તેને નિકાસ કરી શકાય જયારે ઉપરોક્ત કિસ્સામાં એક્સપોર્ટર પાર્ટીએ કસ્ટમની નજર ચૂકવી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના સુગરના કન્ટેનરો ફેક્ટરીમાંથી સીધા પોર્ટ પરથી નિકાસ કરવાની પેરવી કરતાં સંબધિત એજન્સીઓએ રૂકજાવનો આદેશ કરી કન્ટેનરો ની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો