તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિષ્ણાંત તબીબની ગેરહાજરી:મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રસૂતિગૃહમાં થતી સરેરાશ માસિક 120 પ્રસૂતિ 30 પર આવીને અટકી

મુન્દ્રા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીએચસીમા અનુભવી તબીબના અભાવે પ્રસૂતાઓએ ખાનગી દવાખાના તરફ દોટ મૂકી

ટેક્નિશિયનના અભાવે ધૂળ ખાતું એક્સરે મશીન, અપૂરતું મહેકમ અને ફક્ત એક સફાઈ કામદારની કામગીરી પર નિર્ભર દસ એકરમાં પથરાયેલું મુન્દ્રાનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર વર્ષોથી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે. હાલ પરિસરમાં કાર્યરત પ્રસૂતિગૃહમાં છેલ્લા દોઢ માસથી નિષ્ણાંત તબીબની ગેરહાજરી થકી માસિક પ્રસૂતિની સંખ્યા 30 પર આવીને અટકી છે.

દિવ્ય ભાસ્કરે નગરના જુના બંદર રોડ પર ચાર દસકા અગાઉ નિર્માણ પામેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેતાં એક સમયે તાલુકા ભરની મહિલા મુલાકાતીઓતોથી ધમધમતા પ્રસૂતિગૃહમાં સન્નાટો વ્યાપી ગયો હોય તેવું ચિત્ર જોવા મળ્યું હતું. આ સ્થળે મે માસ સુધી સરેરાશ માસિક 120 મહિલાઓની પ્રસુતિ થતી હતી ત્યાં હાલે આંક હાલ 30 પર આવીને અટકી ગયો હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા હતા.

તેના પાછળના કારણો જાણવાનો પ્રયાસ કરતાં પ્રસૂતિગૃહમાં છેલ્લા દસકાથી ફરજ બજાવતા અનુંભવી સ્ત્રીરોગ ચિકિત્સકને બદલીને ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલમાં વધારાનો ચાર્જ આપી દેવાયો હોવાની બાબત સામે આવી છે .જેની જગ્યા સ્થાનિકે છેલ્લા એક માસથી પણ વધારે સમયથી ખાલી હોવાથી સરકારી મેટર્નિટી હોમ બિનઅનુભવી તબીબોના હવાલે હોવાને કારણે મહિલા દર્દીઓને ફરજિયાત બીજે દોટ મુકવી પડતી હોવાનું જણાઈ આવ્યું છે.

ઇમરજન્સીમાં પ્રસૂતાના પરિવારને તોતિંગ ખર્ચ ભોગવવો પડે છે
સામાન્ય પણે સરકારી દવાખાનામાં સારવાર અર્થે ગરીબવર્ગ આવતો હોય છે પરંતુ અહીં ઇમરજન્સીમાં આવતી પ્રસૂતાઓને સેવા આપવામાં સીએચસીના ડોક્ટરો ઉણા ઉતરતાં દર્દીને ખાનગી હોસ્પિટલમાં ધકેલી દેવાય છે ત્યારે સ્થાનિકે ભુજ તથા અંજાર સુધી લાંબા થતાં દર્દીના પરિવારને જબ્બર આર્થિક ફટકો પડતો હોવાની લાગણી ચોમેર જોવા મળે છે માટે નિષ્ણાત તબીબની નિમણુંક આવશ્યક બની હોવાની માંગ ઉઠી છે.

નિષ્ણાંત તબીબ પ્રસૂતિગૃહમાં મુકાય તો સ્થિતિમાં સુધારો થાય
આ મુદ્દે સીએચસીના મેડીકલ ઓફિસર ડો નિખીલ રાજગોરે સમર્થન આપતાં હાલ ગંભીર પરિસ્થિતિમાં મહિલા દર્દીઓને 108 ની મદદથી ખાનગી હોસ્પિટલમાં ખસેડી દેવાની ફરજ પડતી હોવાની લાગણી સાથે વિશેષમાં અન્ય અનુભવી તબીબને પણ છેલ્લા પંદર દિવસથી ભુજમાં ડેપ્યુટેશન પર મુકાયા હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ઉપરાંત વર્તમાન હાલતમાં જો સ્ત્રીરોગ નિષ્ણાંતની નિમણુંક કરાય તો સ્થિતિમાં સુધારો આવવાની શક્યતા દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...