તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધાથી વંચિત:મુન્દ્રા CHC કોરોનાકાળમાં લંગડા ઘોડા સમાન બન્યું

મુન્દ્રા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 1987માં સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યાને 34 વર્ષનો લાંબો સમયગાળો વીત્યા છતાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે અનેક સુવિધાથી વંચિત
 • કોવિડ હોસ્પિટલના બદલે માત્ર રેપીડ ટેસ્ટ અને રસીકરણ પુરતું મર્યાદિત: સત્તાપક્ષના પ્રતિનિધિઓ દવાખાનાને અપગ્રેડ કરવા કમર કસે તે જરૂરી બન્યું

અગાઉ હાલની ઔદ્યોગિક નગરી મધ્યે દાતાના સહયોગથી ચાલતા દવાખાનાને 1987 માં લોકહિતાર્થે સામુહિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યાને 34 વર્ષનો લાંબો સમયગાળો વીત્યા છતાં રાજકીય ઈચ્છાશક્તિના અભાવે સરકારી દવાખાનું ગણાતી ઇમારત આજે પણ કોરોનાના કપરા કાળમાં લોકો માટે લંગડા ઘોડા સમાન સાબિત થઇ રહી છે.

અંદાજિત દસ એકરની વિશાળ જગ્યામાં પથરાયેલા સ્થાનિક આરોગ્ય કેન્દ્ર મધ્યે દવાખાનું, પ્રસુતિગ્રહ, પોસ્ટમોર્ટમરૂમ અને સ્ટાફ ક્વાર્ટર્સ આવેલા છે. જે પૈકીના એક ક્વાટર્સ થોડા સમય અગાઉ આરોગ્ય ખાતાની ઓફિસમાં તબ્દીલ કરાયું છે.જયારે ત્રણ મુખ્ય તબીબ સમેત કુલ્લ 24 જણાના નિયમિત સ્ટાફમાં લેબ ટેક્નિશ્યન અને એક્સરે એક્સપર્ટ ઉપરાંત અન્ય સંલગ્ન કર્મચારીઓની ઘટ વર્ષોથી ચાલી આવતા દર્દીઓને ફક્ત પ્રાથમિક સારવારજ મળી રહે છે. વિશેષમાં પ્રસૂતિગૃહમાં માસિક સરેરાશ 80 ડીલેવરી થતી હોવા છતાં સમગ્ર કેન્દ્રની સાફસફાઈનો બોજ ફક્ત એકજ સ્વિપરના શિરે હોવાની રાડ ઉઠી છે.

જયારે તાજેતરમાં મુન્દ્રા તાલુકાના આઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને કોરોનાના દર્દીઓની સારવાર માટે સુસજ્જ કરાયાનો દાવો થઇ રહ્યો છે પણ ખુદ તાલુકા મથકનું કેન્દ્ર મહામારીના કાળમાં ફક્ત રેપિડ ટેસ્ટ અને રસ્સીકરણ પૂરતું સિમીત રહ્યું છે.ત્યારે સરકારી દવાખાનાનું અપગ્રેડ થવું મુન્દ્રા બારોઇને સંયુક્ત સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ અપેક્ષિત બની રહ્યું છે.

રૂર્બન પ્રોજેક્ટ અંતર્ગત જાહેર થયેલી ત્રણ કરોડની ગ્રાન્ટ પાસ થઇ પરંતુ એક વર્ષ વિતી ગયું છતા કામ ન થયું
મુન્દ્રા ગ્રામપંચાયતના અસ્તિત્વ વેળાએ રૂબર્ન પ્રોજેક્ટ અંતર્ગત હોસ્પિટલની સુધારણા અર્થે ત્રણ કરોડની ગ્રાંટ પાસ થઇ હોવાની મોટા ઉપાડે જાહેરાત કરાઈ હતી.પરંતુ તેને એક વર્ષનો સમયગાળો વિતી ગયો હોવા છતાં આજ પર્યંત નવનિર્મિત બાંધકામની ઈંટ પણ મુકાઈ નથી ત્યારે નગરજનો કરાયેલા રાજકીય વાયદાની તાત્કાલિક અમલવારી ઈચ્છી રહ્યા છે.

સુધરાઈના ભાજપના સભ્યો રાજ્યસરકાર સમક્ષ રજૂઆત કરી દેખાડશે ખરા ?
સ્થાનિક લોકોના પક્ષમાં સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ઉદ્યોગોને સહભાગી બનવું જરૂરી તો છેજ પરંતુ કંપનીઅો પાસેથી અપેક્ષા રાખતા ચૂંટાયેલા સેવકો ખુદ સત્તાપક્ષ પાસે લોકહિતને અનુલક્ષીને ખૂટતી કડીઓ સંદર્ભે રજૂઆત કરશે ખરા, છેલ્લા પંદર વર્ષથી તાલુકા,ગ્રામપંચાયત અને સુધરાઈ સુધી ભાજપનું શાસન રહું છે ત્યારે પ્રજા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી પણ સનિષ્ઠ કામગીરીની અપેક્ષા સેવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો