તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચિંતા:મુન્દ્રા પંથકમાં 200થી વધુ લોકો વાઇરલ તાવની લપેટમાં

મુન્દ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 વર્ષથી નીચેના બાળકોમાં તાવ સાથે ઝાડા ઉલ્ટીનું પ્રમાણ વધ્યું

મુન્દ્રા પંથકમાં સાતમ આઠમના સપરમા તહેવારો પૂર્ણ થતાંની સાથે વાઇરલ તાવનો ચેપ ફેલાતા નગરની સરકારી સમેત ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે. ગ્રામ્યકક્ષાએ થી તાલુકા મથકે છેલ્લાં અઠવાડિયામાં 200થી વધુ દર્દી સારવાર અર્થે આવતાં ચિંતાનું મોજું ફેલાયું છે.

સ્થાનિક સીએચસીમાંથી પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક દિવસથી વાઇરલ તાવ તેમજ ઝાડા ઉલ્ટીના કેસમાં નોંધપાત્ર વધારો થતાં હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગે છે. નગરની ખાનગી લેબોરેટરીઓ માં પણ રક્ત પરીક્ષણનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં ત્રણ ઘણું વધ્યું હોવાના ચોંકાવનારા અહેવાલ સાંપડ્યા છે.વિશેષમાં નાકમાં બળતરા થવી શરદી ઉધરસ જેવા લક્ષણો વધારે પ્રમાણમાં 18 થી નીચેના વયના બાળકોમાં દેખાઈ રહ્યા હોવાથી આરોગ્ય ખાતું પણ એલર્ટ મોડમાં આવી ચૂક્યું છે.

આ અંગે વાંકી સીએચસીના હેલ્થ ઓફિસર ક્રિષ્નાબેન ઢોલરીયાએ જણાવ્યું હતું કે હાલ ઠંડુ વાતાવરણ વાઇરલ બીમારીઓ માટે સાનુકૂળ હોવાથી સૂચિત પરિસ્થિતિ નિર્માણ પામી છે. તાવના લક્ષણો પણ કોરોના જેવાજ હોવાથી સાવચેતીના ભાગરૂપે તાલુકાના તમામ પીએચસી પર રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા હોવાનું જણાવી તડકો કાયમી થતાં સ્થિતિ થાળે પડી જવાની આશા તેમણે વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...