ભુજ:માસિક એ કુદરતી પ્રક્રિયા હોવાથી તેનાથી આભડછેટ ન રાખો

મુન્દ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મુન્દ્રામાં અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય માસિક સ્ત્રાવ સ્વછતા દિવસની ઉજવણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય માસિક સ્ત્રાવ સ્વછતા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે માસિક એ કુદરતી પ્રક્રિયા હોવાથી તેનાથી આભડછેટ ન રાખવા જણાવાયું હતું.  સુપોષણ પ્રોજેક્ટ અંતર્ગત 25 સંગીની બહેનો દ્વારા માસિક સ્ત્રાવ દિનની ઉજવણી પ્રસંગે  માસિક દરમ્યાન વૈજ્ઞાનીક અભિગમ અપનાવાનું જણાવી માર્ગદર્શન આપવાતાં જણાવ્યું હતું કે કિશોરીઓમાં આઠ થી સત્તર વર્ષ સુધીમાં માસિકની શરૂઆત થાય છેત્યારે અંગત સ્વછતા જાળવવા દિવસ દરમ્યાન ત્રણથી ચાર વખત હાઇજીન પેડ બદલવા ઉપરાંત શારીરિક સ્વછતા આવશ્યક હોવા પર ભાર મુક્યો હતો.અને ફાઉન્ડેશ દ્વારા કાર્યરત આશા સહેલી ગ્રુપે વિવિધ સેનેટરી પેડનું વિતરણ કરી તેના નિકાલ અંગે માહિતી આપી હતી. આ ઉપરાંત  54 ગામોમાં બાળકો કિશોરીઓ અને મહિલાઓમાં એનેમિયાની કમી દૂર કરવા અંગેની સમજ અપાઈ હતી.તેમજ કુપોષિત અને અતિકુપોષિત બાળકોની કેટેગરી નક્કી કરી 130 બાળકોને પોષણક્ષમ ફૂડ પેકેટ આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...