તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:મુન્દ્રા પાલિકામાં જન્મદિવસની ઉજવણી મુદ્દે સ્થાનિક કોંગ્રેસ આકરા પાણીએ

મુન્દ્રા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જવાબદારો સામે પગલાં લેવાનું આશ્વાસન આપતાં ધરણાંનો કાર્યક્રમ મુલત્વી

મુન્દ્રા બારોઇ નગરપાલિકામાં સરકારી માર્ગદર્શિકાનો છેદ ઉડાડી ભાજપના શહેર પ્રમુખના જન્મ દિવસની ઉજવણી કરવા મુદ્દે સ્થાનિક કોંગ્રેસે રોષ પ્રદર્શિત કરી ધરણાંની ચીમકી ઉચ્ચારતાં પોલીસ હરકતમાં આવી હતી.અને જવાબદારો સામે પગલાં લેવાની ખાત્રી આપતા કોંગ્રેસે આજે સાંજે જેરામસર તળાવ પાસે કરેલું ધરણાંનું એલાન હાલ પૂરતું મુલત્વી રાખ્યું હતું.

સમગ્ર ઘટનાક્રમ મુજબ તા 4/6ના રોજ મુન્દ્રા ભાજપના શહેર પ્રમુખના જન્મદિન પ્રસંગે મુન્દ્રાની સુધરાઈ કચેરીમાં સતાપક્ષના હોદેદારો અને ચૂંટાયેલ મહિલા કાઉન્સિલરોના પતિઓ દ્વારા માસ્ક ધારણ કર્યા વિના સામાજિક અંતરને ભૂલી કેક કાપવામાં આવી હોવાના ફોટા સોશ્યલ મિડીયાના વોટ્સએપ ગ્રુપમાં વાઇરલ થયા હતા.

ઘટનાને પગલે વિપક્ષોએ બનાવને વખોડી તેની શાબ્દિક ઝાટકણી કાઢી હતી.તેમજ સ્થાનિક કોંગ્રેસે આજ રોજ સાંજે નગરના જેરામસર તળાવ નજીક સત્તાપક્ષના હોદેદારો વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાની માંગ સાથે ધરણાં કરવાનું એલાન કરતાં પોલીસ હરકતમાં આવી હતી.અને મધ્યસ્થી કરી કોંગ્રેસીઓને જવાબદારો સામે પગલાં લેવાની ખાત્રી આપતાં ધરણાંનો કાર્યક્રમ હાલ પૂરતો મુલત્વી રખાયો હતો.વિરોધ પક્ષની સમગ્ર ગતિવિધી અંગે મુન્દ્રા પીઆઇ બી એમ જાનીનો સંપર્ક સાધતા તેમણે બનાવને સમર્થન આપી સંપૂર્ણ મામલાની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

વિપક્ષી કાઉન્સિલરે સરકારી પરિસરમાં કોવિડના નિયમો તોડનાર વિરુદ્ધ પગલાં લેવાની અરજી આપી
અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના વિપક્ષી નગરસેવક જાવેદ પઠાણે મુન્દ્રા પોલીસ મથકે અરજી રૂપે આપેલી ફરિયાદમાં ખાનગી ઉજવણી વખતે અંદાજિત દસથી પંદર વ્યક્તિઓએ પાલિકાના પ્રિમાઇસીસમાં સરકારી માર્ગદર્શિકાનું ઉલ્લઘન કર્યું હોવાનો ઉલ્લેખ કરી તમામ જવાબદારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...