તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અવ્યવસ્થા:લ્યો હવે મુન્દ્રા પંથકમાં 45+ વાળી વ્યક્તિઓને પણ રસ્સીના સાંસા

મુન્દ્રા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યકક્ષાએ થી પૂરતો જથ્થો ન ફાળવાતાં વેક્સિનવાંછુઓ ને વિલા મોઢે પરત ફરવું પડે છે

કોરોના મહામારીની ચેન તોડવા સરકારે કરેલો વેક્સિનેશનનો જોર શોરથી પ્રચાર સમગ્ર જિલ્લા સાથે મુન્દ્રા પંથકમાં પણ વામણો પુરવાર થતો હોવાની રાવ ચોમેરથી ઉઠી છે. 1 મેથી 18+ ને પણ જાહેર ખબરોને માધ્યમથી રસ્સીકરણ માટે અનુરોધ કરતી જાહેરાતો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની મથામણ કરતા યુવાનનો માટે હાલની પરિસ્થિતીમાં લોટરી સમાન સાબિત થઇ રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે.કારણકે એપ્લિકેશન ખુલતાની સાથે પળવારમાં રસ્સીઓ બુક થઇ જવાથી મોટેભાગે યુવાનોને નિરાશ થવાનો વારો આવે છે.જયારે હવે તો રસ્સીનો પ્રથમ ડોઝ લઇ ચુકેલી 45+ વ્યક્તિઓને પણ વેક્સિન ઉપલબ્ધ થવાના સાંસા પડતા હોવાની રાવ ઉઠી છે.

પ્રાપ્ત માહિતી મુજબ આરોગ્ય ખાતા દ્વારા તાલુકાના સાત પ્રા આરોગ્ય કેન્દ્રો 45+ વાળી વ્યક્તિઓ ને વેક્સિનેશન માટે જાહેર કરાયા છે.જેમાં મુન્દ્રા,ભુજપર,ભદ્રેશ્વર જેવા મોટા વિસ્તારોમાં પૂરતા જથ્થાની ફાળવણી ન થતાં અનેક લોકો કતારબંધ ટોકન લેવા ઉભેલા જોવા મળે છે.ને અંતે જૂજ ને બાદ કરતા મોટા ભાગના લોકોને વિલા મોઢે પરત ફરવું પડે છે.

આ અંગે આરોગ્યખાતાના હેલ્થ વર્કર હરિભાઈ જાટીયા નો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે તાલુકાની ખપતના પ્રમાણમાં રસ્સીનો જથ્થો ફાળવવામાં ન આવતો હોવા બાબતને સમર્થન આપી આજ પર્યંત ત્રણ માસના સમયગાળા દરમ્યાન સમગ્ર તાલુકામાં અંદાજિત 24000 વ્યક્તિઓનું રસ્સીકરણ કરાયું હોવાનું જણાવ્યું હતું.અત્રે નોંધનીય છે કે ઓનરેકર્ડ તાલુકાની વસ્તી દોઢ લાખને પણ ઓળંગી જાય છે ત્યારે ગોકળગાયની ગતિથી ચાલતી રસ્સીકરણ પ્રક્રિયા સંપૂર્ણ વસ્તીને ક્યારે આવરી લેશે તે એક વિચારવાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...