તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:વાઘુરાની મેરામવાડીમાંથી LCBએ 3.03 લાખનો દારૂ અને બિયરનો જથ્થો પાડ્યો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરોડામાં વાડી માલિક પકડાયો પણ બુટલેગર હાથ ન લાગ્યો
  • દારૂના જથ્થા, બાઇક, મોબાઇલ સહિત 3.29 લાખનો માલ કબજે
  • પરોઢે શરાબનો જથ્થો થતો હતો સગેવગેને પોલીસ પહોંચી ગઇ

મુન્દ્રા તાલુકાના વાઘુરા મુકામે વાડી વિસ્તારમાં બાતમીના આધારે પરોઢિયે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી રૂપિયા 3.03 લાખના દેશી બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે વાડી માલિકને દબોચી લીધો હતો. તેની પાસેથી બાઇક અને મોબાઇલ મળીને કુલ્લ 3.29 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પરંતુ દરોડામાં મૂળ બુટલેગર પોલીસને હાથ લાગ્યો ન હતો.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી સચોટ બાતમીના આધારે એલસીબીની ટીમ મુન્દ્રા તાલુકાના વાઘુરા મુકામે ઉત્તરાદી સીમમાં સોમેશ્વર મહાદેવ મંદિરની પાછળ આવેલી મેરામવાડીમાં ત્રાટકી હતી.અને ત્યાંથી દારૂનો જથ્થો સગેવગે કરવાની પેરવી કરી રહેલા વાડી માલિક પચાણ નારણ ચાવડા (આહિર) (ઉ.વ.55 રહે ઉપરવાસ,વાઘુરા-મુન્દ્રા)ને દેશી બનાવટની વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની 504 બોટલ અને 1272 બિયરના ટીન મળી 3,03,600રૂના જથ્થા સાથે આબાદ દબોચી લીધો હતો.

તેની પાસેથી 25 હજારની મોટરસાયકલ તથા 300નો મોબાઈલ મળી કુલ્લ રૂપિયા 3,28,900નો મુદામાલ કબ્જે કરી નશાબંધીની ધારા તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ સમગ્ર ગતિવિધી દરમ્યાન દારૂનો જથ્થો મંગાવનાર મુખ્ય આરોપી બુટલેગર મનીષ નારાણભાઇ જરૂ (આહિર) (રહે મોખા તા મુન્દ્રા) સ્થળ પર હાજર ન મળી આવતા તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ઉપરોક્ત કાર્યવાહીમાં ઇન્ચાર્જ પીઆઇ એસ જે રાણા અને પીએસઆઇ એચ એમ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...