તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કસ્ટોડિયલ ડેથનો મામલો:કસ્ટોડિયલ ડેથ પ્રકરણ મુદ્દે એલસીબીનું તેડું આવતા સમાઘોઘાનાં યુવાને ઝેરી દવા પી લીધી

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલના બિછાને વિપુલસિંહ - Divya Bhaskar
હોસ્પિટલના બિછાને વિપુલસિંહ
  • આરોપી જયવીરસિંહ જાડેજા યુવાનની કાર લઈને ફરાર થયો હોવાનું જણાઇ આવ્યું

સમગ્ર જિલ્લામાં બહુચર્ચિત બનેલા મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં સમાઘોઘાનાં એક યુવાનને એલસીબીએ પૂછપરછ માટે બોલાવતા તેણે દવા ગટગટાવી લીધી હતી. પ્રાપ્ત માહિતી મુજબ સમાઘોઘાનાં યુવાન વિપુલસિંહ તખુભા જાડેજા (ઉ.વ.35 )ને જિલ્લાની ક્રાઇમ બ્રાન્ચ શાખાએ પુછપરછ માટે તેડું મોકલતા તેણે સવારે 9.30 વાગ્યાના અરસામાં ભયના માર્યે દબાણમાં આવીને દવા ગટગટાવી લેતાં તેને સારવાર અર્થે સ્થાનિકેની ગીતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. તેની રૂબરૂ મુલાકાત લેતાં તેણે કસ્ટોડિયલ ડેથનો બનાવ બન્યાના આઠ દિવસ પછી ગત જાન્યુઆરીના રોજ જયવીરસિંહ જાડેજાએ ફોન કરી પોતાની કાર બગડી ગઈ છે. તેવું બહાનું આપી બગદાણા જવું હોઈ કાર આપવાનું કહ્યું હોવાની કેફિયત આપી હતી.

બાદમાં તેની જીજે-12 ડીજી 5252 નંબરની એસ્કોર્ટ કાર લઈને જયવીરસિંહ ફરાર થઇ ગયો હોવા બાબત પર પ્રકાશ પાડ્યો હતો. અને તેના સંદર્ભે અગાઉ એલસીબીએ તેને નિવેદન લેવા બોલાવ્યો હતો. અને ફરી રવિવારે ફોન કરી સોમવારે ભુજ સ્થિત શાખામાં હાજર થવાનું કહેતા હતપ્રભ થયેલા વિપુલસિંહે ઝેરી દવા પી લીધી હતી .પરંતુ હાલ તે તદ્દન દુરસ્ત છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો