તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોખા ટોલબુથ પર ટેક્સ વધારાનો વિરોધ:કચ્છના ધોરીમાર્ગો ખખડધજ પણ ટોલટેક્સમાં વધારો થતા રોષ

મુન્દ્રા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
મોખા ટોલનાકે વાહનોની લાંબી કતારો લાગી - Divya Bhaskar
મોખા ટોલનાકે વાહનોની લાંબી કતારો લાગી
 • રાત્રિથી ભાવ વધારો અમલી કરાતા મુન્દ્રા-અંજાર હાઇવે પર ટોલનાકે વાહનોનો ચક્કાજામ
 • ફાસ્ટેગની લાઇનો ચાલુ થઇ ગઇ હોવા છતાં હજુ પ્લાઝા પર લાગે છે વાહનોના ખડકલા

નેશનલ હાઇવે ઓથોરિટી ઓઇ ઇન્ડિયા તરફથી દરેક વાહનોના ટોલ ટેક્સમાં ગત મોડી રાતથી ભાવ વધારાની જાહેરાત કરાતા લોકોમાં રોષ ફેલાયો છે. ખખડધજ બની ગયેલા રસ્તાઓ અને ફાસ્ટેગ હોવા છતાં વાહનના ખડકલા લાગતા હોવાની અસુવિધા વચ્ચે ભાવ વધારો માથાના દુ:ખાવા સમાન લાગ્યો છે. કચ્છના 6 ટોલ નાકા ઉપર 4થી 5 ટકા જેટલો ભાવ વધારો લાદી દેવામાં આવ્યો છે. રોષ ભભુકી ઉઠતા મોખા ટોલનાકાથી મોખા ગામની આંટી સુધી ચાર કિમી કતારબંધ વાહનોના પૈડાં થંભી ગયા હતા.

ગત રાત્રીથી NHOI દ્વારા પરિપત્ર પાઠવી અચાનક ભાવ વધારો અમલી બનાવતા ચોમેર વિરોધનો વંટોળ ઉભો થયો છે. કચ્છના મોટાભાગના રસ્તાઓ વારંવાર ખખડધજ બની જતા હોય છે પણ ટોલ ટેક્સ તઘડા વસુલી લેવામાં આવે છે. અવાર નવાર ટોલ પ્લાઝા પર વાહનોના ખડકલા લાગતા હોય છે ત્યારે અસુવિધા વચ્ચે ટોલના ભાવમાં વધારો કરાતા વિરોધ થઇ રહ્યો છે.

કચ્છના સુરજબારી, માખેલ, સામખિયાળી, મોખા, લાખોંદ અને દેશલપર ટોલ પ્લાઝા પર ભાવ વધારો થતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. ફોરવ્હીલર કારને નેશનલ હાઇવેના સુરજબારી, માખેલ, સામખિયાળી ટોલ પ્લાઝા પર રૂપિયા ચુકવવા પડે છે ત્યારે ટ્રાન્સપોર્ટ વાહનોને તમામ ટોલ પ્લાઝા પર નાણા ચુકવવા પડે છે.

મોખા ટોલનાકે અનેક ચાલકોએ પોતાના ભારે વાહનોનો નાકા પર ખડકલો કરી દેતા બંન્ને બાજુએ ચાર કિમી સુધી વાહનોની લાઈન લાગી ગઈ હતી.અને તાત્કાલિક અસરથી બંદરીય વેપાર સાથે સંકળાયેલા પરિવહનકારોએ નાકા પર ઘસી જઈ હાઇવે ઓથોરિટીના સક્ષમ અધિકારીઓ સાથે વાટાઘાટનો દોર આરંભ્યો હતો.અત્રે નોંધનીય છે કે ખાસ કરીને હાઇવે ઓથોરિટીના મનસ્વી વલણ થકી મુન્દ્રા પોર્ટ સાથે સંકળાયેલા ભારે વાહનો મોટા પ્રમાણમાં પ્રભાવિત થયા છે. મોડી સાંજે પ્રાપ્ત અહેવાલ મુજબ મુન્દ્રા કંડલા ટ્રાન્સપોર્ટ યુનિયને ટોલ સંચાલકો સાથે બેઠક કરી રાહત આપવાની માંગ કરી છે પરંતુ તે અંગે કોઈ નિરાકરણ આવ્યું ન હતું .

કયા ટોલ પર કેટલા રૂપિયા આપવા પડશે
સામખિયાળી ટોલ પ્લાઝા પર નાના વાહનોના 80ના બદલે 85 કરાયા છે તો મોટા વાહનોમાં પણ પાંચેક રૂપિયાનો વધારો કરાયો છે. સુરજબારી પર ટોલ પર નાના વાહનો પાસેથી 75 રૂપિયાને બદલે 80 કરી દેવાયા છે. માખેલ ટોલ પ્લાઝા પર 75ના બદલે 80 રૂપિયા કરાયા છે. મોખા ટોલ પ્લાઝા પર ભારે વાહનોના એક વખતના 440 માંથી 720 અને માસિક દર 14635 માંથી 23950 કરાયો છે, નાના ફોરવ્હીલરના 90ની જગ્યાએ 115 તથા માસિક 2935ને બદલે 3790 કરાયા છે.

અવાર નવાર મરંમતના નામે ટ્રાફિક જામ
સુરજબારી અને સામખિયાળી પાસે અવાર નવાર મરંમત કરવામાં આવે છે જેના નામે ટ્રાફિક જામ થતું હોય છે. તઘડુ ટોલ ચુકવ્યા બાદ પણ વાહન ચાલકો સળસળાટ નીકળવાને બદલે ટોલ પ્લાઝા પર લાઇનમાં અને ટ્રાફિકની લાઇનમાં ઉભા રહેવું પડે છે. તો દેશલપર અને મોખા ટોલ પ્લાઝા પર નાણા લેવાય છે પણ રોડની મરંમત ન થતી હોવાથી વાહનોમાં પણ નુકસાન થાય છે.

લાખોંદ ટોલ પ્લાઝા પર જુના ભાવ યથાવત
આંતરીક સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, કચ્છના વાહન માલિકોને લાગુ પડતા તમામ ટોલ પ્લાઝા પર ભાવ વધારો ઝીંકી દેવાયો છે પણ લાખોંદ ટોલ પ્લાઝા પર ભાવ વધારો લાગુ કરાયો નથી. રોડ-રસ્તાનું કામ હજુ બાકી હોવાથી નવો ભાવ લાગુ કરાયો નથી. આ ટોલ પ્લાઝા પર માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો પાસેથી જ ટોલ વસુલાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો