વિરોધ પ્રદર્શન:ગજોડ સ્થિત કંપનીના ગેટ સામે ક્ષત્રિય યુવાનો અચોક્કસ મુદતના ધરણા પર

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુંબડી ના યુવાનનું મોત હૃદયરોગ ના હુમલાથી નહીં પરંતુ ઝેરી ગેસના કારણે
  • યુવાનના​​​​​​​ અવસાન બાદ પત્ની એ પણ એસીડ ગટગટાવી મોત વ્હાલું કર્યું હતું

ભુજ તાલુકાના ગજોડ સ્થિત પ્રથમ એક્સેલ બાદ જાપાન ની કંપનીએ ઓવરટેક કર્યા પછી સુમિટોયો કેમિકલ તરીકે તબદીલ થયેલ ઉદ્યોગગૃહમાં ફરજ બજાવતા મુન્દ્રા તાલુકાના મોટી તુંબડી ના ક્ષત્રિય યુવાન નું મોત થતાં તેના વિયોગમાં તેની ધર્મપત્ની એ પણ એસીડ ગટગટાવી મોત વ્હાલું કરતાં સમગ્ર મામલો પેચીદો બન્યો છે.જેમાં પંથકના ક્ષત્રિય સમાજ અને કંપનીમાં ફરજ બજાવતા આસપાસના દરબાર યુવાનો એ હતભાગી મૃતકના મોત પાછળ ઝેરી ગેસ કારણભૂત હોવાના આક્રોશ દર્શાવી તેના પરિવારને ન્યાય આપવાની માંગ સાથે ગજોડ સ્થિત કંપની ના ગેટ નજીક અચોક્કસ મુદતના ધરણાં ધરતા તેને જિલ્લામાંથી સામાજિક ટેકો મળી રહ્યો છે.અને આગામી દિવસોમાં લડત વધુ ઉગ્ર બને તેવા સંજોગો સર્જાયા છે.

સંપૂર્ણ ઘટનાક્રમ પર પ્રકાશ પાડતાં મૃતક શિવુભા જાડેજા ના પિતા નવુભા એ ગત 17/10 ના રોજ કંપની માં ફરજ બજાવતી વખતે મોતને ભેટેલા શિવુભા નું મૃત્યુ હૃદયરોગના હુમલાથી થયું હોવાનું જાહેર કરાયું છે પણ દરઅસલ કંપનીના કેમિકલ વિભાગમાં ફરજ બજાવતા શિવુભા ના શ્વાછો શ્વાસમાં પ્રથમ અકસ્માતે લીક થયેલ ઝેરી ગેસ જતાં તેને ઉલટી થઇ અને તે બેશુદ્ધ થઇ ગયો હોવાનો આક્ષેપ કર્યો હતો.ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર આપવાને બદલે એમ્બ્યુલન્સ ના અભાવે એક રૂમ માં સુવડાવી દીધાના એક કલાકના સમયગાળા બાદ ભુજ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં તેનું મૃત્યુ થયું હતું અને તેની પાછળ કંપનીની ગંભીર બેદરકારી જવાબદાર હોવાનો આક્રોશ દર્શાવી એફએસએલ રિપોર્ટ મેળવી બનાવની સનિષ્ઠ તપાસ કરવાની માંગ કરી હતી.

ઉપરોક્ત બાબતે કંપનીના મેનેજર નિખિલ જોશીએ પ્રતિક્રિયા આપતાં પ્રથમ મૃતકના પરિવારજનો પ્રત્યે સંવેદના દાખવી ભુજ સ્થિત જનરલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રીપોર્ટ રજુ કરી શિવુભા નું અવસાન કુદરતી રીતે થયું હોવા પર ભાર મુક્યો હતો.

બે માસુમ બાળકો એ માતા પિતાની છત્રછાયા ગુમાવી
વિશેષમાં સ્થિત વર્ણવતા મૃતકના ભાઈ કરણસિંહે શિવુભાનું અકાળે અવસાન થતાં તેના વિયોગમાં પત્ની લીલાબા એ પણ એસીડ પી ને મોતને ભેટ્યા હતા.જેથી દંપતીના માસુમ બાળકો 6 વર્ષના મીતલબા અને 2 વર્ષના મહાવીરસિંહે માવિત્રોની છાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યાની લાગણી દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...