તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:સમાઘોઘાનાં જિંદાલ પ્લાન્ટમાં જલદ પ્રવાહીમાં કુદેલો પરપ્રાંતીય ભુંજાઇ ગયો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આઠ ફૂટ ઉંચેથી ફર્નેશ ઓઈલના ટબમાં પડતાં સ્થળ પર જ ભડથું થયો

મુન્દ્રા તાલુકાના સમાઘોઘા મુકામે આવેલા જિંદાલ સો પાઇપ એકમ ખાતે જલદ પ્રવાહીમાં કુદેલા પરપ્રાંતીય યુવાનનું મોત થતાં સમગ્ર યુનિટમાં અરેરાટી વ્યાપી હતી.પોલીસ મથકેથી બનાવ જાહેર કરનાર મંગુભા જીલુભા જાડેજા (ઉ.વ.35 રહે મોટી ભુજપર-મુન્દ્રા)ને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ ઉપરોક્ત બનાવ ગુરૂવારે રાત્રે 12.15 વાગ્યાના અરસામાં સમાઘોઘા સ્થિત જિંદાલ કંપનીના બ્લાસ્ટ ફર્નેશના પ્લાન્ટ 2 માં બન્યો હતો.

જેમાં કંપનીમાં ફરજ બજાવતો શ્રમિક નિર્મલ સાધુ રાજવાર (ઉ.વ.25 રહે ઝંડા કોલોની રૂમ ન 8 સમાઘોઘા મૂળ રામપુર-ઝારખંડ) નામના યુવાને અગમ્ય કારણોસર અત્યંત જલદ મેટલ ભરેલ રેડલમાં કૂદી જતાં સળગીને મોતને ભેટ્યો હતો. બનાવ સંદર્ભે મુન્દ્રા પોલીસે અકસ્માતનો ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી છે. ઘટના સંદર્ભે તપાસકર્તા મુન્દ્રા પી આઈ મિતેષ બારોટનો મોબાઈલ પર સંપર્ક કરતા તેમણે પ્રાથમિક તપાસમાં યુવકે શા માટે આત્મઘાતી પગલું ભર્યું તે સામે આવ્યું નથી પરંતુ તેની કોલ ડિટેલ મેળવી તેના સબધીઓનો સંપર્ક કરી બનાવના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરાયાનું જણાવ્યું હતું.​​​​​​​

મથલમાં પિતાના વિયોગમાં દીકરીનો આપઘાત
નખત્રાણા તાલુકાના મથલ ગામે રહેતી 15 વર્ષિય જયાબેન શીવજીભાઇ સીજુ નામની સગીરાએ કોઇ અગમ્ય કારણોસર ગુરૂવારે સાંજે પાંચ વાગ્યે પોતાના ઘરનો દરવાજો બંધ કરીને છતની હુંકમાં રસી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

નખત્રાણા પોલીસ મથકમાં કોટડા જડોદર ખાતે રહેતા હતભાગીના મામા ધનજીભાઇ ખેંગારભાઇ જેપારે પોલીસે ઘટનાની જાણ કરી હતી. હતભાગી સગીરાના પિતાનું એક માસ અગાઉ મૃત્યુ થયું હતું. અને હતભાગી માનસિક અસ્વસ્થ હતી. પિતાના વિગોગમાં આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. નખત્રાણા પીઆઈ બી. એમ. ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.

આઠ ફૂટ ઉંચા ટબ પર શ્રમિકો ફરજ બજાવતા હોય છે
ઘટના મુદ્દે ફેક્ટરીમાં ફરજ બજાવતા સૂત્રોનો સંપર્ક સાધતા પરિસરમાં આઠ ફૂટ ઉંચા ટબમાં ફર્નેશ ઓઇલ જેવું જલદ પ્રવાહી પીગળવા માટે રખાય છે. જે રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તે શીત થતાં શ્રમિકો તેને બાલદીમાં ભરી નિયત સ્થળે પહોંચાડે છે. જયારે ઉપરોક્ત ઘટનામાં ભોગગ્રસ્ત યુવાન કયા કારણોસર જલદ પ્રવાહીમાં કૂદ્યો તે દિશામાં સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...