તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:મુન્દ્રાના જૈન શ્રાવિકા મણીબેન શાહનો એક દિનમાં સંથારો સિજયો, માર્ગદર્શિકા મુજબ નીકળેલી પાલખીયાત્રા દર્શનાર્થે ઉમટ્યા

મુન્દ્રા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

મુન્દ્રા મધ્યે જૈન ધર્મ અનુસાર આત્માના કલ્યાણ અર્થે અનશન વ્રત અંગીકાર કરનાર મણીબેન વ્રજલાલ શાહનો એક દિવસના અંતે વહેલી સવારે 7.30 વાગ્યાના સુમારે શાતા પૂર્વક સંથારો સિજયો હતો. ઓસવાળ શેરી સ્થિત નિવાસસ્થાનેથી નીકળેલી અનશન વ્રતધારી મણીબેનની પાલખીયાત્રા સરકારી માર્ગદર્શિકા મુજબ જય જિનેન્દ્ર જય મહાવીરના નારા સાથે નગરના મુખ્ય માર્ગો ભાટિયા ચોક,તેછી ચોક,રામ મંદિર,કાંઠાવાળા નાકાએ થી થઇ મુક્તિધામ પહોંચી હતી.જ્યાં તેમના પરિવારના રક્ષાબેન મહેતાએ તેમને અગ્નિદાહ આપ્યો હતો.

મુન્દ્રા સમસ્ત જૈન સમાજના પ્રમુખ તથા આઠ કોટી નાની પક્ષ જૈન સંઘના સંઘપતિ ભૂપેન મહેતાએ વંદનીય મણીબેન વર્ષોથી ધર્મ ધ્યાન કરતા હતા અને તેમની સંથારો અંગીકાર કરવાની ભાવના આજે પૂર્ણ થઇ હોવાનું જણાવ્યું હતું.તેમની પાલખીયાત્રામાં બહોળી સંખ્યા જોડાયેલા જૈન સમાજના અને નગરના આગેવાનોએ અંતિમ દર્શનનો લાભ લીધો હતો.સ્થાનિકેના ગુંદી ફળિયા સ્થિત આઠ કોટી નાની પક્ષના ધર્મસ્થાનકમાં સાંજે 3 થી 4 વાગ્યા દરમ્યાન તેમની ગુણાનુવાદ સભા યોજાશે .

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો