તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:ઝરપરા અને બાબિયામાં લુંટને અંજામ આપનાર 4 શખ્સો જબ્બે

મુન્દ્રા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચંડાળ ચોકડીને LCBએ મુન્દ્રાની મજૂરવસાહતમાંથી દબોચી લીધી
  • પૂછતાછ દરમ્યાન ઇસમોએ મુન્દ્રા-અંજાર તાલુકામાં કરેલી ઘરફોડ ચોરી પણ કબૂલી

મુન્દ્રામાં જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખાએ સપાટો બોલાવતા બબિયાના પેટ્રોલપંપ પર રોકડ તથા મોબાઈલ ફોનની લૂંટ કરનાર તથા ઝરપરા સ્થિત કન્ટેનર યાર્ડમાંથી લૂંટ કરનાર ચંડાળ ચોકડીને આબાદ ઝડપી લીધી હતી.ત્યાર બાદ તેમની આગવી ઢબે કરાયેલ પૂછતાછમાં આરોપી ઈસમોએ મુન્દ્રાની હદમાં બે લૂંટ અને એક ચોરી સમેત અંજારની હદમાં ઘરફોડ ચોરી કરી હોવાની કેફિયત આપતા એલસીબીને વણઉકેલાયેલા કુલ્લ ચાર ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી અંગત બાતમીદારોની મદદથી સર્વેલન્સના આધારે લૂંટ અને ચોરીના વણઉકેલાયેલા ગુના શોધવાની કસરત કરી રહેલી એલસીબી અને સ્થાનિક પોલીસે મળેલ પાક્કી બાતમીના આધારે મુન્દ્રાની ફર્ન હોટલ પાછળ આવેલી શ્રમિક વસાહતમાં છાપો માર્યો હતો.અને ત્યાંથી રમેશ આતુભાઇ પરમાર (રહે હાલ ફર્ન હોટલ પાછળ મૂળ વીજાનેશ-ભાવનગર)વલ્લભ કમાભાઈ સરવૈયા (રહે ઠાડસ-ભાવનગર)કિશોર વિનુભાઈ પરમાર (રહે-પાલીતાણા-ભાવનગર)અને અજીત ઉર્ફે ટીહલો પુનાભાઈ વાઘેલા (રહે-પાલીતાણા-ભાવનગર)નામક ચંડાળ ચોકડીને આબાદ દબોચી લીધી હતી.

તેમની પાસેથી 36, હજાર રોકડ 15 હજારના ત્રણ મોબાઈલ બાબિયાના અક્ષર પેટ્રોલપંપ ખાતેથી લૂંટવામાં આવેલ 8 હજારનો મોબાઈલ ઉપરાંત રતનાલ ગામે ઘરફોડ ચોરી દરમ્યાન ચોરાયેલ 5 હજારનો મોબાઈલ મળી કુલ્લ પાંચ મોબાઈલ સમેત 64 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરોક્ત કાર્યવાહીમાં એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ જે રાણા પીએસઆઇ એચએમ ગોહિલ મુન્દ્રા પીઆઇ મિતેષ બારોટ તથા એલસીબી અને સ્થાનિક પોલીસ વિવિધ ટુકડીઓ બનાવી જોડાઈ હતી.

આ રીતે લૂંટ અને ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલાયો
​​​​​​​બાતમીના આધારે ફર્ન હોટલની પાછળ આવેલી શ્રમિક વસાહતમાં રમેશ આતુભાઇ પરમારની ખોલીમાં જયારે પોલીસ ત્રાટકી ત્યારે ત્યાં ભેગી થયેલ વ્યક્તિઓની હિલચાલ શંકાસ્પદ જણાઈ આવી હતી.જેના થકી પુછતાછનો સંતોષકારક ઉત્તર ન મળતાં પોલીસે ઝૂંપડાની જડતી લીધી હતી.ત્યારે ત્યાંથી બે મોબાઈલ મળી આવ્યા હતા.જેના કોઈ આધાર પુરાવા ન હોતાં પોલીસ દ્વારા હાજર ચારે આરોપીની પ્રયુક્તિ પૂર્વક તપાસ આદરવામાં આવી હતી.

જેમાં આરોપીઓએ એક મોબાઈલ 11/6ના રોજ બાબિયાના પેટ્રોલપંપમાંથી લૂંટ્યો તેમજ એક મોબાઈલ રતનાલની ઘરફોડ ચોરી દરમ્યાન મળી આવ્યો હોવાની કેફિયત આપી હતી.તે ઉપરાંત બે માસ અગાઉ તેમણે મુન્દ્રા પોર્ટ રોડ પર આવેલી વિલમાર કંપનીમાંથી કેબલ ચોરી કરી હોવા ઉપરાંત એક માસ અગાઉ ઝરપરાના કન્ટેનર યાર્ડમાંથી છરી બતાવી રોકડની લૂંટ કરી હોવાનું કબૂલતાં કુલ્લ ચાર ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે સીઆરપીસીની કલમ 102 મુજબ હાજર મુદામાલ કબ્જે કરી ચારે આરોપીઓની આઇપીસી ધારા 41(1)ડી મુજબ અટક કરી હતી.

ત્રણ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
સમગ્ર કાર્યવાહી દરમ્યાન ઝડપાયેલા ચાર પૈકી ત્રણ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું ખુલ્યું હતું.જેમાં કિશોર વિનુભાઈ પરમાર (દેવીપૂજક)વિરુદ્ધ પ્રોહિબિશનમાં નવ અને એક શરીર સબંધી ગુનો વલ્લભ કમાભાઈ સરવૈયા પ્રોહિબિશનના 4 તથા શરીર સબંધી 2 અને અજીત ઉર્ફે ટીહલો પુનાભાઈ વાઘેલા વિરુદ્ધ પ્રોહિબિશનનો 1 ગુનો નોંધાયેલો છે.

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...