આક્ષેપ:રામાણીયામાં થયેલીખનીજચોરીનો આંક બમણાથી વધારે હોવાનો દાવો

મુન્દ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાણખનીજ ખાતાની કામગીરી સામે ગ્રામજનોને અસંતોષ
  • પોલીસ ફરિયાદમાં બેન્ટોનાઇટનો ઓછો જથ્થો બતાવ્યાનો આક્ષેપ

મુન્દ્રા તાલુકાના રામાણીયા સ્થિત ગૌચર જમીનમાં થયેલી ખનીજ ચોરીના બહુચર્ચિત કૌભાંડમાં અંતે ખાણખનીજ વિભાગ અંજાર દ્વારા અજાણ્યા ઈસમો સામે બેન્ટોનાઇટ ચોરી ની ફોજદારી ફરિયાદ તો નોંધાવાઇ પરંતુ તે સંદર્ભે હજી ગ્રામજનોમાં ભારોભાર અસંતોષ હોવાના અહેવાલ સાંપડ્યા છે.પ્રાપ્ત માહિતી મુજબ ગઈકાલે ખાણખનીજ વિભાગ અંજારના રોયલ્ટી ઇન્સ્પેક્ટર જયેશ કુમાર પોમલે મુન્દ્રા પોલીસ મથકે કરેલી ફોજદારી ફરિયાદમાં અજાણ્યા ઈસમો સૂચિત સ્થળ પરથી 6 લાખની કિંમતનો 696 ટન બેન્ટોનાઇટનો જથ્થો ચોરી ગયા હોવાનું દર્શાવ્યું છે.

જે સંદર્ભે વિરોધ દર્શાવતા ગ્રામજનોએ પ્રતિ ગાડી 30 ટન લેખે કુલ્લ 43 ગાડીઓમાં ચોરાયેલો બેન્ટોનાઇટનો જથ્થો 1500 ટન થી પણ વધારે હોવાનો આક્ષેપ કરી ખાતાની કામગીરી સામે શંકાની સોય તાકી હતી.વિશેષમાં ખાનગી રૂએ ખનીજ ની મશીન પર કરાયેલ ચકાસણીમાં બેન્ટોનાઇટમાં 99 ટકા એલ્યુમિનિયમ નો ભાગ હોવાનો દાવો કરી તેની કિંમત પણ છ લાખથી ઘણી વધારે હોવાનો આક્રોશ દર્શાવી ખાણખનીજ ખાતું જવાબદારોને છાવરવાનો પ્રયાસ કરતુ હોવાની શંકા વ્યક્ત કરી હતી.

નિષ્ણાંતો એ કરેલા સર્વેના આધારે ખનીજનો જથ્થો અને કિંમત દર્શાવાઈ
ઉપરોક્ત મુદ્દે અંજાર વિભાગના ભૂસ્તરશાસ્ત્રી પ્રણવસિંઘ નો મોબાઇલ પર સંપર્ક સાધતા તેમણે ખનીજમાં 99 ટકા એલ્યુમિનિયમ નો ભાગ હોવાની બાબતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. ઉપરાંત અમુક રિપોર્ટ આવવામાં સમય લાગતો હોવાથી નિષ્ણાંતોએ કરેલા સર્વેના આધાર પર પ્રાથમિક તબક્કે ફોજદારી ફરિયાદમાં જથ્થો અને તેની કિંમત દર્શાવાઈ હોવાની સ્પષ્ટતા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...