તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મુન્દ્રા કસ્ટોડિયલ ડેથમાં સંડોવાયેલ આરોપીઓને મદદ કરનાર ઈસમ આબુથી ઝડપાયો

મુન્દ્રા20 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • મુખ્ય આરોપી પૈકી પોલીસકર્મી કપિલ દેસાઈના મુન્દ્રા સ્થિત ઘરેથી વિદેશી દારૂની 6 બોટલ અને દોઢ લાખરુ રોકડ મળી

મુન્દ્રા કસ્ટડીયલ ડેથના ચકચારી કેસમાં સઘન તપાસ કરતી જિલ્લા પોલીસને તબક્કાવાર કડીઓ હાથ લાગી રહી છે.જેના પ્રથમ ભાગરૂપે જિલ્લા સ્થિત ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય ત્રણ આરોપીઓને ફરાર થવામાં મદદ કરનાર ઈસમને આબુ મુકામેથી દબોચી લીધો છે.જયારે વેગવંત તપાસ દરમ્યાન આરોપી પોલીસકર્મી પૈકી એકના મુન્દ્રા સ્થિત ઘરે જડતી લેતાં ત્યાંથી વિદેશી દારૂ અને રોકડ સમેત 158750નો મુદામાલ મળી આવ્યો હતો.

19/1ના બનેલ કસ્ટોડિયલ ડેથના બનાવ બાદ 20/1ના રોજ મુખ્ય આરોપી પોલીસકર્મીઓ શક્તિસિંહ ગોહિલ,જયદેવસિંહ ઝાલા,અશોક કનાદ વિરુદ્ધ ધારાશાસ્ત્રી દેવરાજ રતન ગઢવી (રહે-સમાઘોઘા)ની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધાયો હતો.તપાસ બાદમાં અન્ય આરોપી તરીકે પોલીસકર્મી ગફુર ઠાકોર અને કપિલ દેસાઈની સંડોવણી સામે આવતા તેમની સામે પણ સમાન ધારા તળે ગુનો દર્જ કરાયો હતો.

તે દરમ્યાન પોલીસ દ્વારા તપાસનો ગાળિયો કસાતા પ્રથમ ત્રણ આરોપીઓને ફરાર થવામાં મદદ કરનાર તરીકે નરવિર સિંહ ગણપતસિંહ સરવૈયાનું નામ ખુલતા એલસીબીએ તેને સિફતપૂર્વક રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતેથી દબોચી લઇ મુન્દ્રા કોર્ટમાં પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે રજુ કર્યો હતો.

અદાલતે તેને ગ્રાહ રાખી આરોપીના 14/2ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કર્યા હતા. વિશેષમાં શંકાના આધારે સ્થાનિક પોલીસની મદદથી એલસીબીએ પાંચ આરોપીઓ પૈકીના ફરાર પોલીસકર્મી કપિલ અમૃતલાલ દેસાઈના મુન્દ્રાના બાપાસીતારામ નગર સ્થિત બચપણ એપાર્ટમેન્ટના ભાડાના મકાનમાં ગત બપોરે છાપો મારતાં તેમાંથી 8250રૂ કિંમતની અલગ અલગ વિદેશી બ્રાન્ડના દારૂની 6 બોટલો 150000રૂ રોકડ અને 500ની બેગ મળી કુલ્લ 1,58,750રૂ નો મુદામાલ મળી આવ્યો હતો.

પાંચે આરોપી પોલીસ કર્મીઓની કુંડળી વિવાદાસ્પદ નીકળી
ઉપરોક્ત બનાવ બાદ ડી સ્ટાફમાં ફરજ બજાવતા પાંચે પોલીસકર્મીઓના ખાખીવર્દિની આડમાં ચાલતા કારનામા એક પછી એક બહાર આવી રહ્યા છે.જમીનોના મામલાઓથી સંકળાયેલા શક્તિસિંહની બેનામી મિલ્કતો ,જયુભાનો નાણાં ધીરવાનો ધંધો ,અશોક કનાદની ક્રૂરતા,આદિવાસીના વેશમાં દેશી દારૂના પોઇન્ટ પર ત્રાટક્યા બાદ મસ મોટા હપ્તાઓની સેટિંગ કરતા ગફુર બાદ કપિલના ઘરેથી મળેલી દારૂની બોટલો બનાવ બન્યેથી સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો