તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ટુંડામાં ભાઈ-ભાભી સાથે મળીને પતિએ પત્નીને બળજબરી પૂર્વક ફિનાઈલ પીવડાવ્યું

મુન્દ્રા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શારીરિક ત્રાસ આપતાં રિસાઈને માવતરે ગયેલી પત્નીને પરત લાવી પતિએ કૃત્ય આચર્યું

મુન્દ્રા તાલુકાના ટુંડા મુકામે પત્નિને શારીરિક ત્રાસ આપી પાડોશમાં રહેતા પિતરાઇ ભાઇ-ભાભીની મદદથી પતિએ બળજબરી પૂર્વક ફિનાઈલ પીવડાવી હત્યા કરવાનો પ્રયાસ કરનાર પતિ અને પડોસી દંપતિ વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સમેતની કલમો તળે ગુનો નોંધાયો હતો.

મુન્દ્રા પોલીસ મથકેથી ભોગગ્રસ્ત પરણિત યુવતી રીઝવાના સાજીદ કુંભાર (ઉ.વ 20 રહે બુખારીપીરની દરગાહ નજીક,ટુંડા તા મુન્દ્રા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ શુક્રવારની સવારે 9 વાગ્યાના અરસામાં તેના ઘરે બન્યો હતો. જેમાં તેને વારંવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતા પતિ સાજીદ સાલેમામદ કુંભાર (રહે પત્ની સાથે ટુંડા)એ પ્રથમ પોતાના પડોસમાં રહેતા પિતરાઈ ભાઈ રમઝાન કુંભાર અને તેની પત્ની શરીફા રમજાન કુંભારને મદદ માટે બોલાવ્યા હતા.

ત્યાર બાદ રમઝાન અને શરીફાએ રીઝવાના ના હાથ પગ પકડી રાખી પતિ સાજીદે તેને બળજબરી પૂર્વક ફીનાઇલ પીવડાવાનું અધમ કૃત્ય કર્યું હતું.બનાવને પગલે રીઝવાનાને તાત્કાલિક સારવાર અર્થે ભુજ સ્થિત જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.મુન્દ્રા પોલીસે સાજીદ,રમઝાન અને શરીફા વિરુદ્ધ હત્યાનો પ્રયાસ સમેત આઈપીસીની અન્ય ત્રણ ધારાઓ તળે ગુનો દર્જ કરી પોલીસ ઇન્સ્પેકટર મિતેષ બારોટે ઘટના સંબધિત તપાસ હાથ ધરી છે.

અઢી વર્ષના લગ્ન ગાળા દરમ્યાન સાજીદ અવાર નવાર રીઝવાનાને ત્રાસ આપતો
મુન્દ્રા તાલુકાના મોટી ખાખરની યુવતી રીઝવાનાના લગ્ન અઢી વર્ષ અગાઉ ટુંડા ના સાજીદ સાથે થયા હતા.છ બહેનો પૈકીની એક રીઝવાનાને પ્રથમ છ માસ બરાબર રાખ્યા બાદ સાજીદ છેલ્લા બે વર્ષથી તેને અવાર નવાર ત્રાસ આપતો હતો.જેથી રિસાઈને એક વાર માવતરે ચાલી ગયેલી રીઝવાનાને મનાવી ઘરે લઇ આવ્યા બાદ સાજીદે પોતાના પિતરાઈ સાથે મળીને નિંદનીય કૃત્ય આચર્યું હોવાની કેફિયત ભોગગ્રસ્તે પોલીસ સમક્ષ આપી છે.

અન્ય સમાચારો પણ છે...