તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમેર પાણીનું સામ્રાજ્ય:મુન્દ્રાની સોસાયટીઓમાં શુકન પૂરતા વરસાદથી પાણીનું સામ્રાજ્ય

મુન્દ્રા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુધરાઈ પાણીના નિકાલ પ્રશ્ને નિષ્ફળ સાબિત થઇ

મુન્દ્રામાં અષાઢી બીજની પૂર્વ સંધ્યા બાદ ગત રાત્રે પ્રથમ વરસાદ થતાં નગરના નિચાણવાળા વિસ્તારો તથા બારોઇ રોડ સ્થિત સોસાયટીઓમાં ચોમેર પાણીનું સામ્રાજ્ય ફેલાયું છે. મુન્દ્રામાં ગ્રામપંચાયત કાર્યરત હતી ત્યારથી જ વરસાદના આગમન સાથે ઓસવાળ શેરી, જેસર ચોક, હસનપીર બજાર, મચ્છીપીઠ, રાજપૂત ફળિયું વગેરે નિચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોના ઉંબરા સુધી પાણી પહોંચી જતાં હોવાની પરિસ્થિતિ સર્જાય છે.

પ્રિમોન્સુન કામગીરીની વાતો ત્યારે પણ કરવામાં આવતી હતી અને હવે નગરને સુધરાઈનો દરજ્જો મળ્યા બાદ પણ પ્રિ-મોન્સુન કામગીરીના ગાણા ગવાયા હતા પરંતુ આજ પર્યંત અા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા કાયમ હોવાથી અહીં ચોમાસામાં જળબંબોળનું ચિત્ર જોવા મળે છે. બારોઇ રોડ સ્થિત સોસાયટીઓમાં આડેધડ અપાયેલી બાંધકામની મંજૂરીઓ ઔદ્યોગિક નગરીમાં અગાઉથી ચાલ્યા આવતા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. જેને અનુલક્ષીને અંદાજિત સો જેટલી સોસાયટીઓમાંથી 90માં પાણીના ભરાવાનો પ્રશ્ન કાયમી કોયડો બની રહ્યો છે. હવે મુન્દ્રા બારોઇને સંયુક્તપણે સુધરાઈનો દરજ્જો મળ્યો છે ત્યારે જે તે વિસ્તારના નગરસેવકો અને સુધરાઈ પાસે સમસ્યાનો કાયમી ઉકેલ લોકો ઝંખી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...