તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:મુન્દ્રાના જમીન કૌભાંડને છાવરતી પાલિકા સામે વિપક્ષ લડવાના મૂડમાં

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિ. પં.ના પૂર્વ વિપક્ષી નેતાએ નીતિ બેધારી હોવાનો આક્ષેપ કર્યો

મુન્દ્રા બારોઇને સુધરાઈ નો દરજ્જો મળ્યા પહેલાના ગાળામાં આચરાયેલા કરોડોના જમીન કૌભાંડ મુદ્દે સામાન્ય સભામાં પાલિકાએ 37 મિલકતોની આકારણી રદ કરવાનો ઠરાવ તો પસાર કર્યો પરંતુ તે માત્ર ઔપચારિકતા હોવાનો આક્ષેપ કરી કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી સદસ્યએ શાસકપક્ષને લડી લેવાનું આહવાન કર્યું છે.

માજી વિપક્ષી નેતા સલીમ જતે પાઠવેલી અખબારી યાદીમાં સુધરાઈના સત્તાધીશો પ્રકરણનો નિકાલ કરવાને બદલે તેના પર પરદો પાડી દેવાનો પ્રયાસ કરતા હોવાનો પુરાવાઓ સાથે દાવો કરી આકારણીમાં મિલકત કમી કરવાનો ઠરાવ પસાર કરનાર સુધરાઈના શાસકોએ ઠરાવ બાદ તેના અમલનો કોઈ પ્રયાસ ન કરી કૌભાંડકારીઓને અંદરખાને છાવરતા હોવાની લાગણી વ્યક્ત કરી છે.

વિશેષમાં સુધરાઇએ 37 મિલકતોની આકારણી રદ કરી છે જયારે આવી કુલ્લ 87 મિલકતો હયાત હોવાનો દાવો કરી આજ પર્યત તેના પરથી લાઈટ ગટર પાણીના કનેક્શનો મુક્ત કરવાનો કોઈ પ્રયાસ ન કરવા ઉપરાંત તેમની વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનું શસ્ત્ર ઉગામવામાં પાછી પાની કરાઈ હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો છે.અને અંતમાં આવા ગેરકાયદેસરના બાંધકામો અટકાવવા શાસક અને વિપક્ષની અલગ સમિતી બનાવી પારદર્શી કાર્યવાહી કરવાની માંગ કરી છે.અને જો આ મુદ્દાઓનો નિકાલ ન આવે તો કોંગ્રેસ દ્વારા અનશન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...