તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુમલો:ખારવા જ્ઞાતિની બેઠક માં પિતા-પુત્રએ યુવાનને ધોકાથી ફટકાર્યો

મુન્દ્રા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુન્દ્રામાં એકતાની મિસાલ ગણાતાં ખારવા સમાજને રાજકારણ આભડી જતાં જ્ઞાતીની મિટિંગમાં ડખ્ખો થયો હતો. જેમાં પિતા-પુત્રએ યુવાનને ધોકાથી માર મારતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

પોલીસ દફતરેથી સમાજના યુવાન સંજય મુળજી ઝાલા(ખારવા)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ 13/6ની સાંજે સ્થાનિકેની સાગર ભુવન ખાતે બોલાવાયેલી સમાજની જાહેર મીટિંગમાં વચ્ચે બોલવાની ના પાડતાં તેનું મનદુઃખ રાખી ઉશ્કેરાયેલા પિતા પુત્ર અરૂણ શામજી હોદાર અને આદર્શ અરૂણ હોદારે મળી સંજયને લાકડીઓથી ધોકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મુન્દ્રા પોલીસે પિતા પુત્ર વિરુદ્ધ ગુનો દર્જ કરી તપાસ હાથ ધરી હતી. સામાજિક વર્તુળમાંથી પ્રાપ્ત અહેવાલ મુજબ પ્રમુખની વરણી મુદ્દે જ્ઞાતિમાં પ્રવેશેલું રાજકારણ ડખ્ખા માટે નિમિત્ત બન્યું હતું.

જંગડીયામાં યુવાન પર 2 ભાઇનો હુમલો
અબડાસા તાલુકાના જંગડીયા ગામે રહેતા 35 વર્ષીય શંકરલાલ ગોપાલભાઇ ગરવા પર પાણીની લાઇન બાબતે ઝઘડો કરીને આરોપી અરવિંદ વિશ્રામ દલિત અને ભાણજી વિશ્રામ દલિત નામના બે ભાઈઓએ ફરિયાદીને મોઢામાં અને છાતીમાં નખના ઉઝરડા કરસ શરીરે બચકા ભરીને ધકબુશટનો માર માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...