ભુજ:ડેપામાં કોરોના પોઝિટિવ કેસ નીકળતા તંત્ર હરકતમાં

મુન્દ્રા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મહારાષ્ટ્રથી આવેલો દર્દી ક્વોરેન્ટાઇન જ હતો

તાલુકાના ડેપા મુકામે આજે મોડી સાંજે કોરોના પોઝીટીવ કેસ જાહેર થતાં તંત્ર દોડતું થયું હતું. આરોગ્ય અધિકારી ડો મનીષ જોગીએ સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર મુકામેથી 17/૫ ના રોજ તાલુકાના ડેપા મુકામે આવેલા જાયેંદ્રસિંહ જાડેજાને (ઉ.વ 27)ને કાયદકીય પ્રક્રિયા મુજબ સાત દિવસ માટે હોમકવોરન્ટાઇન કરાયો હતો.જેના સેમ્પલ લીધા બાદ તે પોઝીટીવ આવતા તેને તાત્કાલિક ધોરણે મુન્દ્રા સ્થિત કોવિડ હોસ્પિટલ એલાયન્સ ખાતે ખસેડવામાં આવ્યો છે.અને સમગ્ર ગામને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી ઘરના ચાર સદસ્યોને સેમપલ લઇ હોમ ક્વોરેન્ટાઇન જ્યેન્દ્રસિંહની પૂછતાછ કરી તેના સંપર્કમાં આવેલ તમામ વ્યક્તિઓની જાચ હાથ ધરાઈ છે.બનાવને પગલે સ્થાનિક પીઆઇ પીકે પટેલ સમેત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...