તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુન્દ્રા તાલુકાના સમાઘોઘા મુકામે તસ્કરો કડકડતી ઠંડીનો લાભ લેતા હોય તેમ બંધ ઘરમાં ખાતર પાડી 1.95 લાખરૂના સોના ચાંદીના દાગીનાની ઉઠાંતરી કરી અંધારામાં ઓઝલ થઇ ગયા હતા.
ગામના મેઘરાજ વીરમ ગઢવી (ઉ.વ.34)ની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ 26/12ના સાંજે 4 વાગ્યથી 28/12ની બપોરે 1 વાગ્યાના સમયગાળા વચ્ચે સમાઘોઘા સ્થિત મહાવીરનગર મધ્યે બન્યો હતો. જેમાં પાનમસાલાની દુકાન ચલાવતા મેઘરાજ પોતાના પરીવાર સમેત પ્રસંગોપાત બહારગામ ગયા હતા ત્યારે અજાણ્યા તસ્કરોએ મકાનના દરવાજાનો હૂંક કટરથી કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો. અને રૂમમાં રાખેલ તિજોરીનું તાળું તોડી તેમાં પડેલા 1.95 લાખના સોના ચાંદીના દાગીના ઉઠાવી ગયા હતા. આમ ચાલુ માસના અંત સુધીમાં તાલુકાના મંદિરો સમેત જુદી જુદી જગ્યાએ ઉઠાવગીરોએ આંતક મચાવતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે ઘસી ગઈ હતી. ઉપરોક્ત અનુસંધાને તપાસનીશ પીએસઆઇ ભાવેશ ભટ્ટનો મોબાઈલ પર સંપર્ક સાધતા તેમણે તસ્કરોને ઝડપી લેવાની તપાસ તેજ કરી હોવાનું અનેગંધ પારખુ શ્વાનની મદદ લેવા ઉપરાંત બાતમીદારોને સક્રિય કરાયા હોવાનું જણાવી ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલી નાખવાની આશા વ્યક્ત કરી હતી.
સોના ચાંદીના આ દાગીના ચોરાયા
સોનાની ચેઇન 8 ગ્રામ કિંમત 9 હજાર, સોનાની બુટી-2 કિંમત 5 હજર, બે તોલાની સોનાની એરીંગ બે નંગ કિંમત 20 હજાર, 5 હજારની સોનાની સર, 8 નંગ વીંટી કિંમત 40 હજાર, 3 તોલાનો સોનાનો હાર કિંમત 30 હજાર, 9 હજારના સોનાના પેન્ડલ નંગ 3, તેમજ ચાંદીના કડા નંગ 8 કિંમત 16 હજાર, 4 હજારની ચાંદીની ચેઇન તથા 20 હજારના ચાંદીના સિક્કા, 18 હજારના ચાંદીના પટ્ટા, ચાર જોડી ચાંદીની પહોંચી કિંમત રૂપિયા 12 હજાર મળી કુલ સોના ચાંદીના એક લાખ 95 હજારનો મુદામાલ ચોરી ગયા હતા.
લાૈકીક ક્રિયામાં ગયાને તસ્કરો ત્રાટક્યા
ફરિયાદીના ફઇબાનું મરણ થયું હોઇ તેમની લૌકીક ક્રિયા માટે પરિવાર સાથે લાયજા ગયા બાદ તસ્કરો બંધ ઘર અંદર તિજોરીનું લોક તોડી સોના-ચાંદીના ઘરેણાઓ ઉઠાવી ગયા હતા.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.