તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર:મુન્દ્રામાં વીજ ધાંધિયાથી નગરજનો ત્રાહીમામ પોકારે છે

મુન્દ્રાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • PGVCLની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા

મુન્દ્રામા વીજધાંધિયા જાણે રોજબરોજની સમસ્યામાં વણાઈ ગયા હોવાથી નગરજનો ત્રાહીમામ પોકારી રહ્યા છે. તેની સાથે પીજીવીસીએલની પ્રિમોન્સૂન કામગીરી અંગે અનેક સવાલો ઉઠ્યા છે.

વરસાદી સીઝનમાં ચાર છાંટા પડતાની સાથે જ વીજપુરવઠો ખોરવાઈ જવો સાંજના ભાગે ચાર થી પાંચના સમયગાળા દરમ્યાન અચૂક લાઈટ ગુલ થવીએ જાણે રોંજીદો નિયમ બની ગયો હોવાથી અસહ ગરમીમાં લોકોને કારમી યાતના સહન કરવી પડતી હોવાથી જાગૃત નાગરીકો વોહટસેપ ગ્રુપના માધ્યમથી બળાપો ઠાલવી પીજીવીસીએલની પ્રિમોન્સુન કામગીરી પર સવાલો ઉઠાવી રહા છે. છેલ્લા ત્રણ દિવસથી તો રાત્રીના ભાગે અનેક વખત ઝાટકા મારતો વીજ સપ્લાય ઘણા મહોલ્લામાં વીજ ઉપકરણોને જફા પહોંચાડી ચુક્યો હોવાની રાવ ઉઠી છે. લાઇટ ગુલ થઇ જવાના કારણે ભારે ઉકળાટમાં લોકો હેરાન પરેશાન બની જાય છે. ત્યારે જાગૃત નાગરીકો સ્થાનિક પીજીવીસીએલ કચેરી પર મોરચો લઇ જઈ ધરણાંનો કાર્યક્રમ યોજવા જઈ રહ્યા હોવાના અહેવાલ સાંપડ્યા છે.

અન્ય સમાચારો પણ છે...